Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Electricity Bill ઘટાડવા માટે ભારત સરકારનો માસ્ટર પ્લાન, AIની લેવાશે મદદ

ભારત સરકાર નાગરિકોના માથા પરથી વીજબીલનો બોજ ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરશે. જેની જાણકારી ખુદ વિદ્યુત મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી શશાંક મિશ્રા (Shashank Mishra) એ આપી છે.
electricity bill ઘટાડવા માટે ભારત સરકારનો માસ્ટર પ્લાન  aiની લેવાશે મદદ
Advertisement
  • Electricity Bill ઘટાડવા માટે ભારત સરકારનો પ્લાન
  • નાગરિકોના માથા પરથી બોજ હળવો કરવાની સરકારની યોજના
  • AIના માધ્યમથી સરકાર કરશે કામગીરી
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી પકડાશે ગેરરીતિ

Electricity Bill નો ભાર ઘટાડવા માટે કેન્દ્ર સરકાર મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. જેના માટે સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજનસ એટલે કે, AI ની મદદ લેશે. AI ના માધ્યમથી ભારતભરમાં વીજમાં ગેરરીતિ અને વીજળીના યોગ્ય ઉપયોગને લઈને કામ કરવામાં આવશે. ભારત સરકારના વિદ્યુત મંત્રાલય (Ministry of Power) ના જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) શશાંક મિશ્રાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, એઆઈની મદદથી વીજ કંપનીઓ ચોરી કરનારને સરળતાથી પકડી શકશે. અને જે-તે વિસ્તારમાં વીજળીની સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ લાવી શકશે. વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રક્રિયાથી સામાન્ય જનતાના માથા પરથી વીજ બીલનો ભાર ઓછો થશે. અને વીજળીનો ખોટો વ્યય થતો અટકી જશે.

Electricity Bill AI 02_GUJARAT_FIRST

Advertisement

કેવી રીતે કામ કરશે AI, સરળ રીતે સમજો

દેશભરમાં મોટાભાગના મકાનો, દુકાનો, હોટલ્સ કે કોઈ પણ મિલકત-સરકારી ઈમારતોમાં લાગેલા વીજ મીટરમાં ખરાબીની સમસ્યાઓ રહેતી હોય છે. જેના લીધે વીજળીની સમસ્યામાં વધારો થાય છે. આવી સમસ્યાઓને પકડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ (Artificial Intelligence) મદદ કરશે. AI ની સહાયતાથી કંપનીઓ વીજ ફોલ્ટને પકડી પાડશે. આ કામગીરીના લીધે ટેક્નિકલી નુકસાન પણ ઓછું થશે. વીજળીના ખોટા વપરાશથી કંપનીઓને થતું નુકસાન પણ ઘટી જશે. આમ જોવા જઈએ તો, આવી બધી સમસ્યાઓના લીધે જ વીજ કંપનીઓ ખોટમાં જઈ રહી છે. જેની ભરપાઈ સામન્ય માણસોના વીજબીલમાંથી કરવામાં આવતી હોય છે. એટલે એમ ચોક્કસ કહી શકાય કે, AI ટેક્નિકથી હવે સામાન્ય નાગરિકોને વીજબીલના ભારણમાંથી મુક્તિ મળશે.

Advertisement

આ પણ વાંચો- Google, Chrome નો વધુ ઉપયોગ કરો છો? તો આ સમાચાર તમારા માટે જ છે

ChatGPT ની પણ સહાયતા લેશે ઊર્જા વિભાગ

વીજ મંત્રાલય અન્ય ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરશે. જેમ કે ચેટજી.ટી.પી. (ChatGPT) ના ઉપયોગ માટે સરકાર વિચારણા કરી રહી છે. એનો ફાયદો એ થશે કે, કાગળને લગતા કાર્યો જલદી પૂરા થશે. અને કાગળ-દસ્તાવેજોને લગતા કામકાજ આપોઆપ થઈ જશે. શશાંક મિશ્રાએ ઉમેર્યું હતું કે, આ ટેક્નોલોજીના માધ્યમથી કામ સરળ થશે અને વધુ સુદ્રઢતાથી થશે.

Electricity Bill AI 01_GUJARAT_FIRST

વીજ મંત્રાલયમાં ટેક્નોલોજી (Technology) અંગે શું કહે છે એક્સપર્ટ્સ?

ઉર્જા વિશેષજ્ઞો (Experts) નું કહેવું છે કે, ભારત પાસે મોટી માત્રામાં વીજ ઉત્પાદનની ક્ષમતા છે. આ દિશામાં કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના લીધે વીજળીની માગમાં વધારો થશે. વિશેષજ્ઞો કહે છે કે, સરકાર ચોક્કસ નીતિ હેઠળ કામ કરશે તો, ભારત વિશ્વનો સૌથી મોટો વીજ સપ્લાયર (Electricity supplier) બનશે. વીજળીને વેપાર તરીકે ઉપયોગ કરીને આપણે ઘરેલું અને વિદેશી એમ બંને જરૂરિયાતોને પણ સંતોષી શકીશું.

સરકાર નવું વીજ સંશોધન બીલ લાવવાની તૈયારીમાં

ઓક્ટોબર (October) મહિનામાં સરકારે વીજ સંશોધન બીલ-2025 ડ્રાફ્ટ (Draft) જાહેર કર્યું હતું. જેનો હેતુ એવો છે કે, વીજળીના ભાવને નિયંત્રણમાં લાવી શકાય, સબ્સીડી (Subsidy) નાબૂદ કરવી. અને ઉદ્યોગ, વેપાર-ધંધામાં સસ્તા ભાવે વીજળીનો લાભ આપવોકે. આ સાથે જ ખેડૂત વર્ગ, ગરીબ પરિવારોની સબ્સીડી સંપૂર્ણ સુરક્ષિત રહે. ડ્રાફ્ટમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકોને સસ્તી અને સારી ક્વોલિટીની વીજળીનો લાભ મળશે.

આ પણ વાંચો- Trending News: કર્મચારીએ રજા મેળવવા AI નો એવો ઉપયોગ કર્યો કે જાણીને કહેશો કમાલ! 

Tags :
Advertisement

.

×