Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરોડોની સંપત્તિ ધરાવતો ભારતનો સૌથી અમીર ભિખારી, તેની સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો

અત્યાર સુધી આપણે ભારતના સૌથી ધનાઢ્ય લોકો વિષે જ સાંભળ્યું છે પણ આજે અમે વાત કરીશું એક અમીર ભિખારી વિશે. જ્યારે તમે રસ્તાના કિનારે કે સિગ્નલ પર ભિખારીને ભીખ માંગતા જુઓ છો ત્યારે તમને કેવું લાગે છે? તમે કહેશો કે...
કરોડોની સંપત્તિ ધરાવતો ભારતનો સૌથી અમીર ભિખારી  તેની સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો
Advertisement

અત્યાર સુધી આપણે ભારતના સૌથી ધનાઢ્ય લોકો વિષે જ સાંભળ્યું છે પણ આજે અમે વાત કરીશું એક અમીર ભિખારી વિશે. જ્યારે તમે રસ્તાના કિનારે કે સિગ્નલ પર ભિખારીને ભીખ માંગતા જુઓ છો ત્યારે તમને કેવું લાગે છે? તમે કહેશો કે તે ગરીબ છે, લાચાર છે, તેથી જ તે ભીખ માંગે છે, પણ તમે ખોટા છો. બધા ભિખારીઓ આવા નથી હોતા. કેટલાક ભિખારીઓ એવા છે જેમની પાસે કરોડોની સંપત્તિ, બંગલા, લક્ઝરી વાહનો અને નોંધપાત્ર બેંક બેલેન્સ છે.

આ ભિખારી જીવે છે Lavish lifestyle

આમ તો તમે ઘરની બહાર નીકળો એટલે ઠેક ઠેકાણે તમને ભિખારીઓ જોવા મળશે જ. મંદિર હોય કે ટ્રાફિક સિગ્નલ તમને દરેક જગ્યાએ બાળકથી લઇ વૃદ્ધ સુધીના ભિખારીઓ જોવા મળે છે. એમા એવું છે કે ભિખારી તો માંગીને ખાય છે તો જીવન પણ એ રીતે જ જીવતા હશે. પણ તમે જાણીને ચોંકી જશે કે આ ભિખારી જીવે છે Lavish lifestyle. આ ભિખારીનું નામ ભરત જૈન છે અને તે મુંબઈમાં રહે છે. ભીખ માંગવાથી તેની આવક એટલી બધી થઇ ગઇ છે કે શિક્ષિત લોકો પણ આટલી કમાણી કરી શકતા નથી. તેની કુલ સંપત્તિ લગભગ 7.5 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં રહેતો ભરત મહિને 75,000 રૂપિયા કમાઈને પોતાનો બિઝનેસ કરે છે. ઘણા લોકોનું સપનું હોય છે કે મુંબઈ જેવા મોટા શહેરમાં પોતાનું ઘર હોય, અને તે તેના માટે સખત મહેનત કરે છે. પરંતુ તેઓ આ સપનું પૂરું કરવામાં અસમર્થ હોય છે. જયારે ભરત ભીખ માંગીને પણ પોતાના ઘરના ઘરમાં રહે છે.

Advertisement

ભરત જૈનની મિલકત વિશે જાણી ચોંકી જશો

ભરત જૈનની જો મિલકતની વાત કરીએ તો તેની પાસે મુંબઈમાં 1.2 કરોડની કિંમતનો 2 BHK ફ્લૅટ છે. આ સિવાય ભરત પાસે બે દુકાનો પણ છે જે તેણે થાણે વિસ્તારમાં ખોલી છે. આ દુકાનોમાંથી તેને દર મહિને 50,000 રૂપિયા ભાડું પણ મળે છે. ભરત તેના પરિવાર સાથે રહે છે, જેમાં તેના પિતા, એક ભાઈ, પત્ની અને તેમના 2 બાળકો છે જેઓ મુંબઈની સારી શાળાઓમાં અભ્યાસ કરે છે. જૈન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન (CSMT) અથવા આઝાદ મેદાન જેવા અગ્રણી સ્થાનો પર ભીખ માંગે છે. આટલા અમીર હોવા છતાં જૈન આજે પણ મુંબઈની સડકો પર ભીખ માંગતા જોવા મળે છે. જ્યારે ઘણા લોકો લાંબા કલાકો સુધી કામ કર્યા પછી પણ થોડાક સો રૂપિયા કમાવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે જૈન લોકોની ઉદારતાને કારણે 10 થી 12 કલાકમાં દિવસમાં 2,000-2,500 રૂપિયા કમાઈ લે છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજના બોડા

Tags :
Advertisement

.

×