મદીના-હૈદરાબાદ Indigo ફ્લાઈટમાં બોમ્બની અફવા: અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
- મદીના-હૈદરાબાદ ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરે બોમ્બનો દાવો કર્યો
- ગભરાટના કારણે વિમાન અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાયું
- 180 મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા; કોઈ બોમ્બ મળ્યો નથી
- અફવા ફેલાવનાર મુસાફરની તાત્કાલિક ધરપકડ
- અમદાવાદ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ ચાલુ
Indigo flight emergency landing : મદીનાથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોટો ખળભળાટ મચી ગયો હતો. એક મુસાફરે અચાનક વિમાનમાં બોમ્બ હોવાનો દાવો કરતાં તેને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાની ફરજ પડી હતી.
મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિમાનમાં સવાર એક મુસાફરે અચાનક જોરથી બૂમ પાડી કે તેની પાસે બોમ્બ છે. આ નિવેદનને કારણે ફ્લાઈટમાં તાત્કાલિક ગભરાટ અને દોડધામની સ્થિતિ ઊભી થઈ હતી.
ક્રૂ મેમ્બર્સે તુરંત જ આ ગંભીર બાબતની જાણ પાયલટ અને સુરક્ષા એજન્સીઓને કરી હતી, જેના પગલે વિમાનને તાત્કાલિક અસરથી અમદાવાદ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 180 જેટલા મુસાફરો સવાર હતા.
Gujarat | 6E 058, an IndiGo flight going from Medina to Hyderabad, made an emergency landing at Ahmedabad airport after an alleged bomb threat. The flight had 180 passengers and 6 crew members: Airport Sources
— ANI (@ANI) December 4, 2025
બોમ્બના દાવા બાદ તરત ડાયવર્ઝન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉડાન દરમિયાન એક મુસાફર અચાનક જોરથી બૂમ પાડવા લાગ્યો કે 'મારી પાસે બોમ્બ છે'. આ સાંભળીને ક્રૂ મેમ્બર્સ અને તમામ મુસાફરો તરત જ સતર્ક થઈ ગયા હતા.
આ સંવેદનશીલ માહિતી તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સુધી પહોંચાડવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન કરીને ફ્લાઈટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.
વિમાનને બપોરે આશરે 11:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યું. લેન્ડિંગ થતાંની સાથે જ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) અને એરપોર્ટ સુરક્ષા દળોએ વિમાનને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જોકે, અત્યાર સુધીની તપાસમાં વિમાનમાંથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી નથી.
આરોપીની ધરપકડ, પોલીસની પૂછપરછ ચાલુ
જે મુસાફરે વિમાનમાં બોમ્બ હોવાનો દાવો કરીને હડકંપ મચાવ્યો હતો, તેને ઘટનાસ્થળે જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક હિરાસતમાં લઈ લીધો છે. અમદાવાદ પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે.
પોલીસ તપાસ કરી રહી છે કે આIndigo flight emergency landing
મુસાફરે આવો દાવો શા માટે કર્યો? શું તે માનસિક રીતે અસ્થિર (mentally unstable) છે અથવા તેની પાછળ કોઈ અન્ય ઈરાદો હતો. આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : Psycho Killer: હરિયાણાના પાણીપતની સનસનીખેજ ઘટના, પૂનમે લીધા 4 નિર્દોષના જીવ


