Indus Waters Treaty: Pakistan ને નહીં જ મળે સિંધુનું પાણી, જાણો આ રહ્યું કારણ
- ભારતે ક્યારેય આ કોર્ટનના અસ્તિત્વને માન્યતા નથી આપીઃ MEA
- તથાકથિત કોર્ટે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરાયું હોવાનું કહ્યુંઃ MEA
- આ કોર્ટનો દરેક નિર્ણય કે પ્રક્રિયા ગેરકાયદે અને અમાન્યઃ MEA
- "જ્યાં સુધી પાકિસ્તાન આતંક બંધ નહીં કરે ત્યાં સુધી નહીં મળે સિંધુ જળ"
- સિંધુ જળ મુદ્દે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે યોગ્ય નિર્ણય હશેઃ સી.આર.પાટીલ
- સિંધુ જળ મુદ્દે જે પણ નિર્ણય લેવાશે તે ભારતના હિતમાં હશેઃ સી.આર.પાટીલ
Indus Waters Treaty :જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CourtofArbitration) દ્વારા આપવામાં આવેલા પૂરક એવોર્ડને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. આ બંને બંધ સિંધુ નદી (SindhuRive)પ્રણાલી પર બનાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી.
.
મધ્યસ્થતા કોર્ટ ફેંસલાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો
પાણી માટે તરસતા પાકિસ્તાનને હવે સિંધુ નદીનું પાણી નહીં મળે તેવું ભારતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. ભારતે સિંધુ જળ સમજૂતી મુદ્દે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ કર્યું છે અને તથાકથિત મધ્યસ્થતા કોર્ટ (Court of Arbitration) ના ફેંસલાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલય શું કહ્યું ?
ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું છે કે, ભારતે ક્યારેય આ કોર્ટના અસ્તિત્વને માન્યતા આપી નથી. MEA અનુસાર, આ તથાકથિત કોર્ટે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરાયું હોવાનું કહ્યું હતું, પરંતુ ભારત માને છે કે આ કોર્ટનો દરેક નિર્ણય કે પ્રક્રિયા ગેરકાયદે અને અમાન્ય છે.સૌથી મહત્વની વાત એ છે કે, આ મુદ્દે ભારતનું વલણ વધુ કડક બન્યું છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં સુધી પાકિસ્તાન આતંક બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ નહીં મળે. આ નિવેદન પાકિસ્તાન પર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટેનું સીધું દબાણ દર્શાવે છે.
પાણી માટે તરસતા પાકિસ્તાનને નહીં મળે સિંધુનુ પાણી
ભારતે ફરી સિંધુ જળ સમજૂતી મુદ્દે સ્પષ્ટ કર્યુ વલણ
સિંધુ જળ મુદ્દે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે યોગ્ય નિર્ણય હશેઃ સી.આર.પાટીલ
સિંધુ જળ મુદ્દે જે પણ નિર્ણય લેવાશે તે ભારતના હિતમાં હશેઃ સી.આર.પાટીલ@CRPaatil @PMOIndia @HMOIndia… pic.twitter.com/uISfq9VTYX— Gujarat First (@GujaratFirst) June 28, 2025
સી.આર. પાટીલનું નિવેદન
આ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CRPatil)પણ કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સિંધુ જળ મુદ્દે કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે તે સંપૂર્ણપણે યોગ્ય નિર્ણય હશે અને તે ભારતના હિતમાં જ હશે.આ ઘટનાક્રમ દર્શાવે છે કે ભારત સિંધુ જળ સમજૂતીના અમલીકરણમાં પોતાના સાર્વભૌમ અધિકારો અને હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે. પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મંચ પર આ નિર્ણયની શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.


