Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INS Nistar : આજે ઈન્ડિયન નેવીને મળશે INS નિસ્તાર, ઊંડા સમુદ્રમાં દુશ્મનોને ભારત આપશે કાંટાની ટક્કર

પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' આજે ઈન્ડિયન નેવીમાં જોડાશે. આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે સક્ષમ છે. વાંચો વિગતવાર.
ins nistar   આજે ઈન્ડિયન નેવીને મળશે ins નિસ્તાર  ઊંડા સમુદ્રમાં દુશ્મનોને ભારત આપશે કાંટાની  ટક્કર
Advertisement
  • પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' આજે ઈન્ડિયન નેવીમાં જોડાશે
  • આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે સક્ષમ છે
  • INS નિસ્તાર સબમરીન રેસ્કયૂ જહાજ તરીકે પણ સેવા આપશે

INS Nistar : આજે ઈન્ડિયન નેવી (Indian Navy) માં પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' જોડાશે. આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operations) માટે સક્ષમ છે. INS નિસ્તાર સબમરીન રેસ્કયૂ જહાજ (Submarine Rescue Ship) તરીકે પણ સેવા આપશે. ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. INS નિસ્તાર 18 જુલાઈએ વિશાખાપટ્ટનમમાં નૌકાદળમાં જોડાઈ રહ્યું છે. INS નિસ્તારની વિશેષતા એ છે કે તે ઊંડા સમુદ્રમાં દુશ્મનને કાંટાની ટકકર આપી શકે છે.

આત્મનિર્ભર ભારતની મોટી સિદ્ધિ

નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે નિસ્તાર એક સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ મુક્તિ અથવા બચાવ થાય છે. INS નિસ્તારનું નિર્માણ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું છે. 120 MSME ના યોગદાનથી અને 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે બનેલ આ જહાજ વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે. આ 120 મીટર લાંબુ અને 20 મીટર પહોળું જહાજ 10,500 ટન વજન વહન કરી શકે છે. આ જહાજ અત્યાધુનિક ડાઈવિંગ સાધનોથી સજ્જ છે અને 300 મીટર ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ કરવા સક્ષમ છે. સ્વદેશી ડિઝાઈન અને દેશમાં નિર્માણ થયેલ INS નિસ્તાર સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઈવિંગ અને બચાવ કામગીરી કરી શકે છે. આ જહાજ 1000 મીટર ઊંડાઈ સુધી ડાઈવર્સ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે રિમોટલી સંચાલિત વાહનોથી સજ્જ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Weather Alert: આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ, વીજળી પડવાની શક્યતા

આજે શુક્રવારે કમિશનિંગ થશે

શુક્રવારે યોજાનાર કમિશનિંગ સમારોહમાં સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ પણ હાજર રહેશે અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો પણ તેમાં હાજરી આપશે. અગાઉ તે એક સબમરીન બચાવ જહાજ હતું. તે 1969 માં તત્કાલીન સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ પાસેથી હસ્તગત કરવામાં આવ્યું હતું અને 1971 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 60 દિવસથી વધુ સમય સુધી દરિયામાં રહેવાની ક્ષમતા, હેલિકોપ્ટર અને 15 ટન વજન ધરાવતી મરીન ક્રેન દ્વારા સંચાલન કરવાની ક્ષમતા આ જહાજને ખૂબ જ Versatile પ્લેટફોર્મ બનાવે છે.

આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 18 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×