Indian Navy માં સામેલ થશે INS ઉદયગિરી-INS હિમગિરી , ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે
- Indian Navy માં સામેલ થશે INS ઉદયગિરી-INS હિમગિરી
- ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતીય નૌસેનાનો દબદબો વધશે
- બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે
Visakhapatnam : આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnathsingh) ની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે.
Indian Navy નો દબદબો વધશે
આજે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને INS ઉદયગિરી (INS Udaygiri) , INS હિમગિરી (INS Himgiri) Indian Neavy સોંપવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. આ બંને જહાજો ભારતીય નૌકાદળમાં સામેલ થતા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ચીન જેવા દેશો પોતાનું વર્ચસ્વ વધારવા સતત પ્રયત્નશીલ છે. હવે ભારતીય નૌકાદળમાં INS ઉદયગિરી, INS હિમગિરી સામેલ થતાં પ્રશાંત મહાસાગરમાં ભારત મજબૂત સંરક્ષણ સ્થિતિમાં આવશે.
Indian Navy Gujarat First - 26-08-2025-
આ પણ વાંચોઃ Tariff War : ટ્રમ્પ ભારત પર લાદશે 50 % ટેરિફ, અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ
બંને યુદ્ધ જહાજો મેક ઈન ઈન્ડિયાનું પ્રતીક
ભારતીય ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જેમાં અલગ અલગ શિપયાર્ડમાં બનેલા 2 મોટા યુદ્ધ જહાજોને એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. INS હિમગિરી ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવેલા P17A યુદ્ધ જહાજોનું પ્રથમ યુદ્ધ જહાજ છે. બીજું યુદ્ધ જહાજ INS ઉદયગિરી મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ખાતે બનાવવામાં આવ્યું છે. આ બંને યુદ્ધ જહાજોમાં ડિઝાઈન, સ્ટેલ્થ સીસ્ટમ, શસ્ત્રો અને સેન્સર સિસ્ટમમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. આ યુદ્ધ જહાજોમાં લગભગ 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બે યુદ્ધ જહાજોનું નામ INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34) ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે નિષ્ક્રિય થયા પહેલા 30 વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરી હતી.
Indian Navy Gujarat First - 26-08-2025--
આ પણ વાંચોઃ Maruti e Vitara: PM Modi મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલી ઝંડી આપશે, જાણો તેમાં શું છે ખાસ
🌊🚢 Power. Pride. Progress.
👀Witness a defining chapter in 🇮🇳’s maritime history.🗓️ 26 Aug 2025
📍Naval Dockyard, #Visakhapatnam
🕒02:45 PM
Two state-of-the-art combatant platforms join #IndianNavy fleet, fortifying India’s strength at sea.
Hon’ble RM Shri Rajnath Singh will… pic.twitter.com/kOjyE59283— IN (@IndiannavyMedia) August 25, 2025


