ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દીકરાના એડમિશનને બદલે પિતાનું ટીચરના પ્રેમમાં 'એડમિશન'!ગુમાવ્યા 20 લાખ

બેંગ્લુરુની એક સ્કૂલની ચોંકાવનારી ઘટના ટીચર અને વાલી વચ્ચે પ્રેમ થયો ટીચરે બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવ્યા   Teacher honeytrap: સ્કૂલમાં છોકરાનું એડમિશન કરાવવા જાવ ત્યારે ધ્યાન રાખજો ક્યાંક,ટીચર રુપમાં ફસાવીને ભીખારી ન બનાવી દેય.આવો એક ચોંકાવનારો બનાવ સામે...
10:07 PM Apr 01, 2025 IST | Hiren Dave
બેંગ્લુરુની એક સ્કૂલની ચોંકાવનારી ઘટના ટીચર અને વાલી વચ્ચે પ્રેમ થયો ટીચરે બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવ્યા   Teacher honeytrap: સ્કૂલમાં છોકરાનું એડમિશન કરાવવા જાવ ત્યારે ધ્યાન રાખજો ક્યાંક,ટીચર રુપમાં ફસાવીને ભીખારી ન બનાવી દેય.આવો એક ચોંકાવનારો બનાવ સામે...
teacher honeytrap

 

Teacher honeytrap: સ્કૂલમાં છોકરાનું એડમિશન કરાવવા જાવ ત્યારે ધ્યાન રાખજો ક્યાંક,ટીચર રુપમાં ફસાવીને ભીખારી ન બનાવી દેય.આવો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં(bangalore) એક વાલીને રુપમાં ફસાવીને તેની પાસેથી લાખો રુપિયા કઢાવનારી ટીચર (Teacher)અને તેના બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે.

બાળકના એડમિશન માટે આવતાં ટીચર સાથે પ્રેમ

બેંગ્લુરુની આ ટીચર અને વાલી વચ્ચે પ્રેમ થયો હતો અને પછી પ્રાઈવેટ વીડિયો અને ફોટોને આધારે ટીચરે તેમને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવ્યાં હતા.સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષીય શ્રીદેવી રૂદાગી અને અન્ય બે -ગણેશ કાલે,38,અને સાગર,28-ની સતીષ (નામ બદલ્યું છે)પાસેથી 4 લાખ રૂપિયા પડાવવા અને પછી તેમના એન્કાઉન્ટરના ફોટા અને વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કરીને 20 લાખ રૂપિયા વધુ માંગવાના આરોપસર ધરપકડ કરી હતી.પશ્ચિમ બેંગલુરુના એક વિસ્તારમાં રહેતા વેપારી સતીશે 2023 માં પોતાના પાંચ વર્ષના નાના દીકરાને શાળામાં દાખલ કરાવ્યો હતો. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન તે રૂદાગીને મળ્યો હતો અને ત્યાર બાદ બન્ને પ્રેમમાં પડ્યાં હતા થોડા વખતમાં અલગ સિમ કાર્ડથી બન્ને પ્રેમભર્યા મેસેજની આપ-લે કરવા લાગ્યાં હતા પરંતુ વાલીને ખબર નહોતી કે તેઓ નો શિકાર બન્યાં છે.

આ પણ  વાંચો - દેશના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ,લોકો ઘરની બહાર નીકળ્યા

સ્કૂલ ટીચરે 15 લાખની માગણી કરી

મુલાકાત દરમિયાન વાલી અને સ્કૂલ ટીચર વચ્ચે સંબંધ પણ બંધાયો હતો અને તેણે ખાનગીમાં ફોટા અને વીડિયો શૂટ કરાવી લીધા હતા જે પછી તેણે બ્લેકમેલનો ખેલ શરુ કર્યો હતો. વાલી બરાબરના ફસાયાનું જાણીને સ્કૂલ ટીચરે તેમની પાસેથી પૈસાની માગણી કરવા લાગી અને અત્યાર સુધી તેણે 4 લાખ પડાવ્યાં હતા અને 15 લાખની માગણી કરવા લાગી હતી. પિતા પાસે આટલા પૈસા નહોતા તેથી ના પાડી પરંતુ પેલી મૂકે તેવી નહોતી અને ઉછીના 50000 લેવા તેના ઘેર પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં પણ કંઈ હાથ ન લાગ્યું. ટીચરની વારંવારની માગણીથી કંટાળીએ પિતાએ અમદાવાદમાં શિફ્ટ થવાનો પ્લાન કર્યો જોકે તેને માટે બાળકના ટ્રાન્સફર સર્ટિફિકેટની જરૂર હતી.

આ પણ  વાંચો - UP CM Yogi : રાજકારણ મારા માટે ફુલટાઈમ જોબ નથી,PM બનવા મુદ્દે યોગીનો સટીક જવાબ

પિતાએ 5 લાખ ગુમાવ્યાં

રુપાળી ટીચર સાથે સુંવાળા સંબંધો વાલીને 5 લાખમાં પડ્યાં, એ તો સારુ થયું કે તેમણે વખત સર પોલીસ ફરિયાદ કરી દીધી નહીંતર તેમના હજુ ઘણા જાત. બાળકના ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે તે જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે પણ ટીચરે ખાનગી ફોટોગ્રાફ્સ અને વીડિયો બતાવ્યા અને પછી 20 લાખ રૂપિયાની માંગણી કરી, નહીં તો પરિવાને મોકલી દેવાની ધમકી આપી હતી. પિતાએ કહ્યું કે તેમણે તેમની સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો અને 15 લાખ રૂપિયાની ચુકવણી માટે વાટાઘાટો કરી, જેમાં શરૂઆતમાં 1.9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. પરંતુ માંગણીઓ ચાલુ રહી. 17 માર્ચના રોજ, રૂદાગીએ તેમને ફોન પર ફોન કરીને યાદ અપાવ્યું કે પૈસા જોઈએ છે. આથી કંટાળીને તેમણે પોલીસમાં ફરિયાદ લખાવી અને આ રીતે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Tags :
Bangalorehoneytrap newsPreSchoolteacher honeytrapteacher honeytrap news
Next Article