Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New RAW Chief બન્યા IPS અધિકારી પરાગ જૈન, ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા

વરિષ્ઠ IPS અધિકારી પરાગ જૈનને New RAW Chief બન્યા ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા 1 જુલાઈથી બે વર્ષ માટે આ મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળશે New RAW Chief : કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ IPS અધિકારી(IPS Officer) પરાગ જૈનને(Parag Jain) ભારતની ગુપ્તચર એજન્સી...
new raw chief બન્યા ips અધિકારી પરાગ જૈન  ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા
Advertisement
  • વરિષ્ઠ IPS અધિકારી પરાગ જૈનને New RAW Chief બન્યા
  • ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા
  • 1 જુલાઈથી બે વર્ષ માટે આ મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળશે

New RAW Chief : કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ IPS અધિકારી(IPS Officer) પરાગ જૈનને(Parag Jain) ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના વડા તરીકે નિયુક્ત કર્યા છે. પંજાબ કેડરના 1989 બેચના IPS અધિકારી પરાગ જૈન 1 જુલાઈથી બે વર્ષ માટે આ મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળશે. સુપર જાસૂસ તરીકે જાણીતા પરાગ જૈન માનવ ખુફીયાને તકનીકી ખુફિયા સાથે પ્રભાવી ઢંગથી સંયોજિત કરવા માટે જાણીતા છે. અધિકારીઓનું કહેવુ છે કે આ ખાસિયત તેમની ઘણા મુખ્ય ઓપરેશનમાં અગત્યની નીવડી.

આતંકવાદ વિરોધી અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

આ ઉપરાંત, પરાગ જૈને કેનેડા અને શ્રીલંકામાં રાજદ્વારી ભૂમિકાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં પણ મહત્વપૂર્ણ આતંકવાદ વિરોધી કાર્ય કર્યું છે. તેમણે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રની વ્યૂહરચનામાં પણ યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે પરાગ જૈન 15 વર્ષથી વધુ સમયથી RAW માં સેવા આપી છે અને હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટરના વડા છે. વાસ્તવમાં ARC એ RAW નો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ટેકનિકલ અને હવાઈ ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં નિષ્ણાત છે. પરાગ જૈને પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યાં તેમણે ભટિંડા, માનસા, હોશિયારપુર, ચંદીગઢમાં SSP અને લુધિયાણામાં DIG તરીકે સેવા આપી છે.

Advertisement

Advertisement

ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

પરાગ જૈને ઓપરેશન સિંદૂરમાં ( Operation Sindoor)પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે શરૂ કરવામાં આવ્યું હતું. હકીકતમાં, તેમના નેતૃત્વ હેઠળ એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે આતંકવાદી માળખાં પર ચોકસાઇ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. પરાગ જૈનની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારત સરહદ પાર આતંકવાદ, ખાલિસ્તાની પુનરુત્થાન અને ચીન-પાકિસ્તાન સંકલન જેવા જટિલ સુરક્ષા જોખમોનો સામનો કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જૈનનો અનુભવ અને વ્યૂહાત્મક અભિગમ RAW ને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને પૂર્વ-કાર્યવાહી અને ગુપ્તચર-આધારિત વ્યૂહરચનામાં.

કોણ છે પરાગ જૈન?

  • પરાગ જૈન પંજાબ કેડરના અધિકારી છે તેઓ 30 જૂને રિટાયર્ડ થઇને રવિ સિંહાની જગ્યા લેશે.
  • તેઓ હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટરના પ્રમુખ છે.
  • ઓપરેશન સિંદૂરમાં ગુપ્ત માહિતી મેળવીને મહત્વની ભૂમિકા નિભાવી હતી
  • આતંવાદ વિરોધી અભિયાનમાં ઘણો અનુભવ છે.
  • જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની રણનીતિનો ભાગ રહી ચૂક્યા છે.
  • ચંદીગઢમાં એએસપી અને કેનેડા તથા શ્રીલંકામાં ભારતીય પ્રતિનિધિ રૂપે કામ કર્યુ છે.
  • 1 જુલાઇથી તેઓ સંવેદનશીલ અને ગુપ્ત એજન્સી RAWની કમાન સંભાળશે
  • તેમણે રોમાં પાકિસ્તાન ડેસ્ક પણ સંભાળ્યુ છે.
  • કલમ 370 હટાવવા અને ઓપરેશન બાલાકોટ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ કામ કર્યુ છે.
  • તેઓની ગણતરી વિનમ્ર અધિકારીઓમાં થાય છે.

Tags :
Advertisement

.

×