Jagan Mohan Reddy: કાર સાથેની ટક્કરમાં કાર્યકરનું મોત, 6 સામે પોલીસ ફરિયાદ
- આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની કાર સાથે અકસ્માત
- જગનમોહન રેડ્ડીના કાફલાના માર્ગમાં આવતા એક વ્યક્તિનું મોત
- મૃતકની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Jagan Mohan Reddy : આંધ્ર પ્રદેશ કૉગ્રેસ કમિટીની અધ્યક્ષ વાઇએસ શર્મિલા રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી છે. અને પોલીસ તથા તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. જગન મોહન રેડ્ડીના (Jagan Mohan Reddy)કાર નીચે આવી જતા એક કાર્યકરે પોતાનો જીવ ગુમાવ્યો છે. આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લામાં ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં વાઇએસઆર કૉંગ્રેસ પાર્ટીના 55 વર્ષીય કાર્યકરની મોત થઇ છે. આ ઘટના ત્યારે થઇ જ્યારે જગન મોહન રેડ્ડીના કાર પર ફુલોની વર્ષા કરવા માટે 55 વર્ષીય કાર્યકર તેમની કાર સાથે દોડ્યો હતો. અને કાર નીચે આવી જતા તેનું મોત નિપજ્યુ હતુ.
તંત્રની બેદરકારી જવાબદાર
મૃતકની ઓળખ ચીલી સિંગય્યાના રૂપમાં કરવામાં આવી છે. તેઓ જગન મોહન રેડ્ડીની કાર પર ફુલો વરસાવા માટે દોડી રહ્યા હતા. પરંતુ પગ લપસી જતા તેઓ કાર નીચે કચડાયા હતા. અને તેમનું મોત નિપજ્યુ હતુ. આંધ્ર પ્રદેશ કૉગ્રેસ કમિટીની અધ્યક્ષ વાઇએસ શર્મિલા રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી છે. અને પોલીસ તથા તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ પ્રશ્ન કર્યો છે કે, જ્યારે આ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ છે તો આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર કેવી રીતે થયા હતા. અને પોલીસને તમામ માહિતી મળી હોવા છતા તેઓએ કેમ કોઇ સુરક્ષાની વ્યવસ્થા ન કરી. તેઓઓ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, શું રાજ્ય સરકારને જનતાનો જીવ લેવાનો અધિકાર છે. કૉંગ્રેસ માટે તો તમામ નિયમો લાદવામાં આવે છે. પરંતુ શાસક પક્ષ માટે કોઇ નિયમો નથી.
Guntur, Andhra Pradesh: Former Chief Minister Y. S. Jagan Mohan Reddy was named an accused in Singaiah’s death case after CCTV and drone footage linked his Fortuner vehicle to the accident. Police filed charges under Section 49 BNS against him, his driver, and close aides.… pic.twitter.com/4h6GQ7CkBD
— IANS (@ians_india) June 23, 2025
આ પણ વાંચો -વિધાનસભાની પેટા ચૂંટણીમાં INDIA ગઠબંધન જીત નજીક, 1 બેઠક પર જીત દર્જ કરાવી
છ લોકો આરોપી બનાવાયા
ગુંટૂર જિલ્લા પોલીસ વિભાગે તમામ ઘટનાની તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યુ છે કે, તાડેપલ્લીથી લઇને સત્તેનાપલ્લી તરફ જતી રેલીમાં ત્રણ ગાડીઓ સામેલ હતી. એટુકુરુ બાયપાસ પાસે આ અકસ્માત થયો હતો. મૃતકની પત્નીએ જણાવ્યુ હતુ કે, આ ઘટનામાં પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ કરી અને બાદમાં સીસીટીવી ફુટેજના આધારે આગામી તપાસ કરી હતી. અને 6 લોકોને આરોપી બનાવાયા હતા.


