Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jagdeep Dhankhar Letter : રાજીનામા બાદ પ્રથમ વખત બોલ્યા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પત્રમાં શું લખ્યું?

પોતાના અચાનક રાજીનામા બાદ ચાલી રહેલા વિવાદો વચ્ચે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મૌન તોડી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો. પત્રની ખાસ વાતો જાણો.
jagdeep dhankhar letter   રાજીનામા બાદ પ્રથમ વખત બોલ્યા જગદીપ ધનખડ  નવા ઉપરાષ્ટ્રપતિને પત્રમાં શું લખ્યું
Advertisement
  • પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો રાજીનામા બાદ પહેલો પત્ર (Jagdeep Dhankhar Letter )
  • નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને લખ્યો પત્ર
  • સીપી રાધાકૃષ્ણનને પત્ર લખીને પાઠવ્યા અભિનંદન
  • તમારા નેતૃત્વમાં આ ગરિમાપૂર્ણ પદને વધુ સન્માન મળશે: ધનખડ

Jagdeep Dhankhar Letter  : ભારતીય જનતા પાર્ટી (BJP) ના અનુભવી નેતા અને મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે આ પ્રતિષ્ઠિત પદ માટે થયેલા મતદાનમાં નિર્ણાયક જીત મેળવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, રાધાકૃષ્ણનને ઇલેક્ટોરલ કોલેજના કુલ 452 મત મળ્યા, જ્યારે તેમના પ્રતિદ્વંદ્વી અને વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મતથી સંતોષ માનવો પડ્યો. રાધાકૃષ્ણનની આ જીત સાથે તેઓ દેશના બીજા સૌથી મોટા બંધારણીય પદ પર બિરાજમાન થયા છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જુલાઈ મહિનામાં પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ અચાનક રાજીનામું આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વિપક્ષે ધનખડના અચાનક રાજીનામાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

જગદીપ ધનખડનું મૌન તૂટ્યું

રાજીનામું આપ્યા બાદથી જગદીપ ધનખડે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું. જોકે, સી.પી. રાધાકૃષ્ણનની જીત બાદ તેમણે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે રાધાકૃષ્ણનને તેમના નવા કાર્યકાળ માટે પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે. ધનખડે રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવતા લખ્યું, "આદર્શ રાધાકૃષ્ણનજી, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને માનવતાના છઠ્ઠા ભાગના નિવાસસ્થાન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારી પસંદગી બદલ હાર્દિક અભિનંદન. આ ગૌરવપૂર્ણ પદ પર તમારી નિયુક્તિ આપણા રાષ્ટ્રના પ્રતિનિધિઓના વિશ્વાસ અને ભરોસાને દર્શાવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, તમારા નેતૃત્વમાં આ ગરિમાપૂર્ણ પદને વધુ સન્માન મળશે.

Advertisement

રાજીનામા પાછળના રાજકીય કારણોની અટકળો

જગદીપ ધનખડે 21 જુલાઈ, 2025ના રોજ સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જોકે, તેમના આ અચાનક રાજીનામાથી અનેક સવાલો ઊભા થયા હતા અને વિપક્ષે "દાળમાં કંઈક કાળું છે" જેવી ટિપ્પણીઓ કરી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટિપ્પણી કરી હતી કે "અસ્પષ્ટ સ્વાસ્થ્ય કારણો કરતાં આ પાછળ વધુ ગહન કારણો છે." સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ આ મુદ્દે શંકા વ્યક્ત કરી હતી.

રાજીનામું આપવાનું કારણ શું ? (Jagdeep Dhankhar Letter)

રાજીનામાના એક દિવસ પહેલા, ધનખડે વિપક્ષ દ્વારા જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ પગલાથી સરકાર આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે સરકાર પણ લોકસભામાં આવો જ પ્રસ્તાવ લાવવાની હતી. આ ઘટનાક્રમ સૂચવે છે કે સરકારને તેમનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો, જેના કારણે વહીવટી તણાવ વધ્યો અને કદાચ તેમના રાજીનામાનું કારણ બન્યો.

ધનખડે દબાણમાં આપ્યુ રાજીનામુ (Jagdeep Dhankhar Letter)

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ રાજીનામાને રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું હતું. આ ઘટનાઓ દર્શાવે છે કે, સી.પી. રાધાકૃષ્ણનના પદગ્રહણ સાથે એક નવો અધ્યાય શરૂ થયો છે, પરંતુ પૂર્વ ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામાનો વિવાદ હજુ પણ રાજકીય ચર્ચાનો વિષય છે.

Tags :
Advertisement

.

×