Jahnavi Dangeti : 23 વર્ષીય જાહ્નવીની એસ્ટ્રોનોટ તરીકે કરાઈ પસંદગી, CM જગન મોહન રેડ્ડીએ આપ્યા અભિનંદન
- 23 વર્ષીય જાહ્નવીની એસ્ટ્રોનોટ તરીકે કરાઈ પસંદગી
- ટાઈટન સ્પેસ ઈન્ડસ્ટ્રીઝના સ્પેસ પ્રોગ્રામમાં પસંદ થઈ
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અભિનંદન પાઠવ્યા છે
Jahnavi Dangeti : 23 વર્ષીય ભારતીય દીકરી જાહ્નવી ડાંગેટી (Jahnavi Dangeti) ની એસ્ટ્રોનોટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશની જાહ્નવી ડાંગેટીએ આ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. જાહ્નવીને આ સિદ્ધિ મેળવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (CM Jagan Mohan Reddy) અભિનંદન પાઠવ્યા છે. આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાની જાહ્નવી ડાંગેટીને યુએસ સ્થિત ખાનગી અવકાશ એજન્સી ટાઈટન સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (TSI) ના 2029 અવકાશ મિશન માટે અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે.
3 વર્ષ માટે લેશે તાલીમ
ભારતની 23 વર્ષની પુત્રી જાહ્નવી ડાંગેટી ઈતિહાસ રચવા જઈ રહી છે. જાહ્નવી 2029 માં અવકાશમાં ઉડાન ભરશે. યુએસ સ્થિત ખાનગી અવકાશ એજન્સી ટાઈટન સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (TSI) ના અવકાશ મિશન માટે જાહ્નવીને અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. આ માટે, તે 3 વર્ષ માટે તાલીમ લેશે. જાહ્નવી ડાંગેટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સફળતા વર્ણવી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પલાકોલ્લુ શહેરની વતની જાહ્નવીએ જણાવ્યું હતું કે, તેણીને ટાઈટન્સ સ્પેસ દ્વારા અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. અહીં તે સતત 3 વર્ષ માટે અવકાશયાત્રી બનવા માટે તાલીમ લેશે.
આ પણ વાંચોઃ Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ રચ્યો ઈતિહાસ
જગન મોહન રેડ્ડીએ અભિનંદન પાઠવ્યા
23 વર્ષની પુત્રી જાહ્નવી ડાંગેટીએ જે સિદ્ધિ મેળવી છે તેના પર સમગ્ર ભારતને ગૌરવ છે. આ સિદ્ધિ બદલ YSRCP વડા જગન મોહન રેડ્ડીએ જાહ્નવીને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, તમારી પ્રતિભા દરેક ભારતીય અને દરેક આંધ્ર નિવાસીને ગર્વાન્વિત કરે છે. જાહ્નવીએ તેનું શાળાકીય શિક્ષણ તેના વતન ગોદાવરી જિલ્લામાં પૂર્ણ કર્યુ. ત્યારબાદ તેણીએ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યુ. વર્ષ 2022 માં જાહ્નવી દક્ષિણ પોલેન્ડમાં એનાલોગ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર (AATC) ક્રાકોમાંથી સૌથી નાની ઉંમરની વિદેશી એનાલોગ અવકાશયાત્રી અને પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ ધરાવે છે. જાહ્નવીએ NASAમાં પણ કામ કર્યું છે. જાહ્નવીએ NASA સ્પેસ એપ્સ ચેલેન્જમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ અને ISRO ના વર્લ્ડ સ્પેસ વીક ઉજવણીમાં યંગ અચિવર એવોર્ડ પણ મેળવ્યા છે.
Heartiest congratulations to Ms. Jahnavi Dangeti on being selected as an Astronaut Candidate for Titans Space’s ASCAN programme, for a mission slated for launch in 2029. Your brilliance makes every Indian and every Andhrite proud. Wishing you continued success as you inspire many… pic.twitter.com/P1JMDktu5p
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025
આ પણ વાંચોઃ Pakistan : TTP સાથેની અથડામણમાં મેજર મોઈઝ શાહ ઠાર, જાણો વિંગ કમાન્ડર અભિનંદન સાથેનું કનેકશન


