Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaipur Building collapse: જયપુરમાં મોટી દુર્ઘટનાં, 4 માળની ઈમારત ધરાશાયી,2ના મોત 5 લોકોના જીવ બચાવ્યો

જયપુરમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ (Jaipur building collapse) અકસ્માતમાં 2 લોકોના મોત થયા અને 5 ઘાયલ થયા. કાટમાળ નીચે દટાઈ જવાથી પિતા અને પુત્રીના મોત. Jaipur building collapse : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં...
jaipur building collapse  જયપુરમાં મોટી દુર્ઘટનાં  4 માળની ઈમારત ધરાશાયી 2ના મોત 5 લોકોના જીવ બચાવ્યો
Advertisement
  • જયપુરમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ (Jaipur building collapse)
  • અકસ્માતમાં 2 લોકોના મોત થયા અને 5 ઘાયલ થયા.
  • કાટમાળ નીચે દટાઈ જવાથી પિતા અને પુત્રીના મોત.

Jaipur building collapse : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી (Jaipur building collapse)થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું.

દુર્ઘટનામાં પિતા-દીકરીના કરુણ મોત

આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. તેમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકની ઓળખ 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના રૂપમાં થઈ છે.

Advertisement

Advertisement

5 લોકોને  જીવ બચાવ્યો

આ દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે સુભાષ ચોક સર્કલ પર સ્થિત બાલ ભારતી સ્કૂલની પાછળ બની હતી. તેમાંથી એકને ગંભીર હાલતમાં SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.7 લોકો કાટમાળમાં દટાયાસ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને આ દુર્ઘટના અંગે સૂચના આપી.માહિતી મળતાં જ પોલીસ દળ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. 5 લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા, જેના કારણે તેમના જીવ બચી ગયા.કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા માટે જેસીબી અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી રહી છે. ઘર અચાનક ધરાશાયી થવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.

આ ઈમારતમાં 20 થી વધુ કામદારો રહેતા હતા

સ્થાનિકોના મતે, આ હવેલી ખૂબ જ જૂની અને જર્જરિત હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે શુક્રવારે હવેલીનો એક ભાગ ધરાશાયી થયો. આ હવેલીમાં 20 થી વધુ કામદારો રહે છે, જેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળથી આવ્યા છે.ઈમારતમાં રહેતી સોનકા કહે છે કે જ્યારે અમે અમારી આંખો ખોલી ત્યારે ઘરનો એક ભાગ પડવા લાગ્યો હતો. અમે અન્ય લોકોના દરવાજા ખખડાવ્યા અને તેમને કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન ઈમારત તૂટી પડી.

Tags :
Advertisement

.

×