ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu and Kashmir : વિધાનસભા ચૂંટણી પૂર્વે કઠુઆમાં મોટું ઓપરેશન, 3 આતંકીઓને સુરક્ષાદળોએ કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટું ઓપરેશન કઠુઆમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન, 3 આતંકીઓ ઠાર 8 જુલાઈના હુમલાને લઇને કઠુઆમાં એકવાર ફરી ઓપરેશન Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય સેના (Indian Army) ની વિશેષ દળો (Special...
07:38 PM Sep 11, 2024 IST | Hardik Shah
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટું ઓપરેશન કઠુઆમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન, 3 આતંકીઓ ઠાર 8 જુલાઈના હુમલાને લઇને કઠુઆમાં એકવાર ફરી ઓપરેશન Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય સેના (Indian Army) ની વિશેષ દળો (Special...
Major Operation in Jammu and Kashmir

Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય સેના (Indian Army) ની વિશેષ દળો (Special Forces) અને જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police) દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 1 પેરાશૂટ બટાલિયન, 22 ગઢવાલ રાઈફલ્સ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન 3 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈ 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં મતદાન શરૂ થશે. ચૂંટણી પહેલાં વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળોએ આ ઓપરેશન હાથ ધર્યું છે. ગયા મહિને, જમ્મુ અને કાશ્મીર પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા જેઓ કઠુઆ જિલ્લાના ઉચ્ચ પ્રદેશોમાં 'ધોક્સ' (માટીના મકાનો) માં જોવા મળ્યા હતા. પોલીસે તેના વિશે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે 8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના માચેડીના દૂરના જંગલ વિસ્તારમાં સેનાના પેટ્રોલિંગ પર આતંકવાદીઓ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત 5 જવાનો શહીદ થયા હતા. વ્યાપક સર્ચ ઓપરેશન છતાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા કાશ્મીર ટાઈગર્સના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. તેઓ પાકિસ્તાનથી ભારતમાં ઘૂસણખોરી કરી આવ્યા હતા.

પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા

ટ્વિટર પર એક પોસ્ટમાં પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેઓ છેલ્લે જિલ્લાના ઉપરના વિસ્તારોમાં મલ્હાર, બાની અને સોજધાર જંગલોના 'ધોક'માં જોવા મળ્યા હતા. માહિતી શેર કરતા, કઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનાયત અલીએ કહ્યું કે, પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જેઓ છેલ્લે મલ્હાર, બાની અને સીઓજધરમાં જોવા મળ્યા હતા. કઠુઆ પોલીસે તેની પોસ્ટમાં કહ્યું, “...કાર્યવાહી યોગ્ય માહિતી માટે દરેક આતંકવાદી પર 5 લાખ રૂપિયાનું ઈનામ છે. આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી આપનારને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે.

આતંકવાદી હિલચાલની માહિતી મળી

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, ચૂંટણીના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં અચાનક વધારો થઈ રહ્યો છે. અહીં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે થશે. આ કારણે ગુપ્તચર એજન્સીઓને રાજ્યના ઘણા ભાગોમાં આતંકવાદી હિલચાલની માહિતી મળી હતી, જેમાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી અને કૈલાશ કુંડ યાત્રા પર હુમલાની શક્યતા છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ સુરક્ષા દળો અને પોલીસની જગ્યાઓ પર પણ હુમલો કરી શકે છે. નોંધનીય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના વર્ષ 2000માં પાકિસ્તાનમાં થઈ હતી. મૌલાના મસૂદ અઝહરે ભારતમાં આતંકવાદ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ સંગઠન બનાવ્યું હતું. આ સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દેશમાં 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.

આ પણ વાંચો:  Jammu and Kashmir : આતંકીઓને ખતમ કરવા માટે સેનાની મોટી યોજના, જમ્મુ ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યા વધી

Tags :
EncounterGujarat FirstHardik ShahJ&Kjaish terroristsJammu and KashmirJammu and Kashmir newsjammu Jem terroristsjammu terroristsJammu-KashmirterroristsUdhampur
Next Article