Jammu-Kashmir : હજૂ 2 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે કુદરતી કહેરનો ભય
- Jammu-Kashmir માં હજૂ 2 સપ્ટેમ્બર સુધી કુદરતી સંકટોની આગાહી
- હવામાન વિભાગે આ રાજ્યમાં અચાનક Heavy Rain અને Landslide ની આગાહી કરી
- લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી-નાળાથી દૂર રહેવાની ચેતવણી અપાઈ
Jammu-Kashmir : હવામાન વિભાગે 2 સપ્ટેમ્બર સુધી જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિભાગમાં હળવા-મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ (Heavy Rain) ને કારણે જે તબાહી મચી છે તે પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. બીજી તરફ હવામાન વિભાગે 2 સપ્ટેમ્બર સુધીના વરસાદની આગાહી કરી દીધી છે.
Jammu-Kashmir માં કુદરતી કહેરની આગાહી
શ્રીનગર હવામાન વિભાગના નિયામક ડો. મુખ્તાર અહેમદ (Mukhtar Ahemad) એ જણાવ્યું કે, 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન જમ્મુ વિભાગમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું, આ સમય દરમિયાન, જમ્મુ વિભાગના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ડો. મુખ્તારએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. જમ્મુ ક્ષેત્રમાં સંવેદનશીલ સ્થળોએ અચાનક પૂર (Flood) , ભૂસ્ખલન (LandSlide) અને પથ્થર પડવાના જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને 1 સપ્ટેમ્બરની મોડી રાત અથવા 2 સપ્ટેમ્બરની સવાર સુધી. આ સમયગાળા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે લોકોને ચેતવણી અપાઈ છે.
Jammu-Kashmir Gujarat First-31-08-2025-
આ પણ વાંચોઃ Rule Change: LPG, ITR થી UPS સુધી... સપ્ટેમ્બરથી આ 7 મોટા નિયમો બદલાઈ રહ્યા છે
નાળા કે નદીની નજીક ન જવાની સૂચના
હવામાન વિભાગે મુસાફરો, પ્રવાસીઓ, સ્થાનિક અને યાત્રાળુઓને ખાસ ચેતવણી આપી છે. જેમાં પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ નાળા કે નદીની નજીક ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદમાં જૂના વૃક્ષો, થાંભલાઓ, જર્જરિત ઈમારતોથી દૂર રહેવાની સલાહ પણ અપાઈ છે. છેલ્લા 24 કલાકમાં પહેલગામમાં 1.4 મીમી, ગુલમર્ગમાં 1.6 મીમી, મીરપુરમાં 1.5 મીમી, બનિહાલમાં 1.3 મીમી, બટોટમાં 6.4 મીમી, કટરામાં 5.0 મીમી અને ભદરવાહમાં 6.0 મીમી વરસાદ નોંધાયો છે.
Jammu-Kashmir Gujarat First-31-08-2025--
આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો 10 ઈંચ વરસાદ