Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir : રાજૌરી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, એક જવાન શહીદ,શ્વાન કેન્ટનું પણ મોત

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે ભારતીય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે.   વાસ્તવમાં...
jammu kashmir   રાજૌરી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર  એક જવાન શહીદ શ્વાન કેન્ટનું પણ મોત
Advertisement

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે ભારતીય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે.

Advertisement

વાસ્તવમાં કેન્ટ સેનાના સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યું હતું અને સૈનિકોને આતંકીઓની શોધમાં આગળ વધવામાં મદદ કરી રહ્યું હતું. બીજી બાજુથી થયેલા ફાયરિંગમાં કેન્ટને ગોળી વાગી, જેના કારણે તે નીચે પડી ગયો અને તેને બચાવી શકાયો નહીં.

Advertisement

અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ

જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે રાજૌરી જિલ્લાના નરલા વિસ્તારમાં એક આતંકવાદી માર્યો ગયો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં પોલીસ એસપીઓ અને અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બંને તરફથી ગોળીબાર
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બે લોકોની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રીના સમયે બંને શકમંદો અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. આ પછી, આતંકવાદીઓને શોધવા માટે બંબાલા અને નરલા સહિત રાજોરીના દૂરના વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સમાચાર લખાય છે ત્યાં સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ હતો.

આ  પણ  વાંચો -19024 ફૂટની ઊંચાઈ પર એરફિલ્ડ તૈયાર,સંરક્ષણ મંત્રીએ કર્યુ ઉદ્ધાટન

Tags :
Advertisement

.

×