Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના લોકો માટે ખુશીના પળો આવ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) નો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ થયો છે.
વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ
Advertisement
  • કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન ટ્રાયલ સફળ
  • જમ્મુ-કાશ્મીરમાં વંદે ભારત ટ્રેન નવો ઇતિહાસ લખવા તૈયાર
  • વંદે ભારત ટ્રેનોની તુલનામાં અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી
  • 190 કિમી માત્ર 3 કલાકમાં! વંદે ભારત ટ્રેનની સફળતા
  • પર્યટન અને વિકાસ માટે વંદે ભારત ટ્રેનની પહેલ

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના લોકો માટે ખુશીના પળો આવ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) નો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ થયો છે. આ ટ્રેન વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ બ્રિજ (Chenab Bridge) અને દેશના પ્રથમ કેબલ સ્ટેઇડ રેલ્વે પુલ, અંજી ખાડ બ્રિજ પરથી પસાર થઈ હતી. ખાસ કરીને આ ટ્રેન કાશ્મીર ખીણના કડકડતી ઠંડીવાળા વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેને અન્યો કરતા અલગ બનાવે છે.

ટ્રેનના આધુનિક ફીચર્સ અને ખાસિયતો

આ નવી ટ્રેન દેશમાં ચાલતી અન્ય વંદે ભારત ટ્રેનોની તુલનામાં અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. અન્ય વંદે ભારત ટ્રેનોની સરખામણીમાં, આ ટ્રેનમાં ઉત્તમ હીટિંગ સિસ્ટમ છે, જે કડક હિમવર્ષાના વાતાવરણમાં પણ પાણી અને બાયો ટોયલેટ ટાંકી જમવા નહીં દે. ઉપરાંત વિન્ડશીલ્ડમાં ગરમી જાળવી રાખવાની ટેક્નોલોજી પણ છે, જે હવામાનની અસર વિના દૃશ્યતા સુનિશ્ચિત કરે છે. 190 કિમીનું અંતર માત્ર 3 કલાકમાં કાપનારી આ ટ્રેન પ્રવાસીઓને ઝડપ અને આરામના સંયોજનની અનુભૂતિ કરાવશે.

Advertisement

Advertisement

પર્યટન અને સ્થાનિક વિકાસમાં ફાળો

વંદે ભારત ટ્રેનનું આગમન જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગને વધુ વેગ આપશે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં આ ટ્રેન માટે વિશાળ ઉત્સાહ છે. તેઓ માને છે કે, આ ટ્રેનના આરંભ સાથે ખીણના સુંદર સ્થળો વધુ સરળતાથી જોઇ શકાશે, અને આ કારણે આર્થિક વિકાસ માટે નવી દિશા મળશે. જોકે, ટ્રેનની શરૂઆતની ચોક્કસ તારીખ જાહેર થવાની બાકી છે, પણ ટ્રાયલ રનની સફળતાએ લોકોના મનમાં આશાનું જ્યોત પ્રગટાવી છે.

આ પણ વાંચો :  દુનિયાના સૌથી મજબૂત Passport ની રેન્કિંગ જાહેર, જાણો ભારત કયા નંબરે

Tags :
Advertisement

.

×