Jammu-Kashmir's Cloudbrust : રામબનમાં વાદળ ફાટવાથી 3 ના મોત, વિનાશ વેરાયો
- Jammu-Kashmir's Cloudbrust,
- રામબનમાં વાદળ ફાટવાથી વિનાશ વેરાયો
- આ કુદરતી કહેરમાં 3 ના મોત થયાનું સામે આવ્યું
- થોડીક ક્ષણોમાં જ અનેક ઘરો કાટમાળ નીચે દટાયા
Jammu-Kashmir's Cloudbrust : રામબન જિલ્લાના રાજગઢમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું. અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 3 ના મોત - 4 લાપતા થયાના અહેવાલ છે. અચાનક આવેલા આ કુદરતી કહેરમાં આખા રાજગઢમાં વિનાશ વેરાયો છે. ઘણા ઘરો ધોવાઈ ગયા છે, જ્યારે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારો માટે કામચલાઉ રાહત કેન્દ્રો શરુ કરી દીધા છે.
Jammu-Kashmir's Cloudbrust થી વિનાશ વેરાયો
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારમાં ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ફરી એકવાર અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્રના અનુસાર ઘણા ઘરોને નુકસાન થયું છે. જેમાંથી કેટલાક ઘરો પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત શોધ કામગીરી ચલાવી રહી છે. તેમજ અસરગ્રસ્ત પરિવારો માટે કામચલાઉ રાહત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.
Jammu-Kashmir's Cloudbrust Gujarat First-30-08-2025-
આ પણ વાંચોઃ દિલ્હી-શ્રીનગર SpiceJet ફ્લાઈટમાં ખામી સર્જાઇ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે રેસ્ક્યૂ ઓપરેશન
અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કાર્યોની ટીમો કામ કરી રહી છે. જો સ્થિતિ વધુ બેકાબૂ થશે તો જરૂર પડ્યે અધિકારીઓની વધારાની ટીમો મોકલવામાં આવશે. સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આ પરિસ્થિતિની ગંભીરતા પારખીને સ્થાનિકોને એલર્ટ આપી દેવાયું છે. લોકોને ભયજનક સ્થાનોથી દૂર રહેવા સતર્ક કરાયા છે.
STORY | Three dead, two missing as cloudburst hits village in J-K's Ramban district
READ: Three people died while two others are missing after a cloudburst struck a remote village in Jammu and Kashmir's Ramban district, officials said on Saturday.
READ: https://t.co/mQEMNRrxxs… pic.twitter.com/DA7wMvX3xA
— Press Trust of India (@PTI_News) August 30, 2025
Jammu-Kashmir's Cloudbrust Gujarat First-30-08-2025--
આ પણ વાંચોઃ Ram Setu : રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ


