Jammu-Kashmir's Flood : ભારતીય એરફોર્સે 6 હેલિકોપ્ટર દ્વારા 206 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યુ
- Jammu-Kashmir's Flood,
- ભારતીય એરફોર્સ, CRPF, NDRF, SDRF સતત રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે
- અત્યાર સુધી 6 હેલિકોપ્ટર દ્વારા 206 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે
- પંજાબના ડેરા નાનક, પઠાણકોટ વિસ્તારમાં પણ વાયુસેના કરી રહી છે રેસ્ક્યૂ ઓપરેશન
Jammu-Kashmir's Flood : અખનૂર વિસ્તારમાં ભારે વરસાદને લીધે પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વિવિધ ભારતીય સુરક્ષાદળો, CRPF, NDRF, SDRF સાથે ભારતીય સેનાના જવાનો દ્વારા પણ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારતીય એરફોર્સ દ્વારા આ રાહત કાર્યને ઝડપી અને સુચારુ બનાવવા માટે 6 હેલિકોપ્ટરની સેવા પૂરી પડાઈ છે. અત્યાર સુધી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય એરફોર્સ દ્વારા 6 હેલિકોપ્ટર દ્વારા 206 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે.
Jammu-Kashmir's Flood માં યુદ્ધના ધોરણે થઈ રહ્યા છે રેસ્ક્યૂ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીર તેમજ પંજાબના ઉત્તરીય ભાગમાં પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર છે. પૂરમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ નુકસાન પામ્યા છે. જેના કારણે બચાવ કામગીરીમાં લાગેલી સેનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતીય વાયુસેનાએ પણ કમાન સંભાળી લીધી છે. વાયુસેનાએ બચાવ કામગીરી માટે પોતાના હેલિકોપ્ટર કાફલાને કામે લગાડ્યો છે. વાયુસેનાએ બચાવ કામગીરી માટે 5 Mi-17 તેમજ એક શેનુક હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. વાયુસેનાનું C-130 વિમાન પણ બુધવારે રાહત અને બચાવ સામગ્રી સાથે જમ્મુ પહોંચ્યું હતું. આ વિમાનમાં રાહત અને બચાવ સામગ્રી સાથે NDRF ટીમ પણ હતી.
Jammu-Kashmir's Flood Gujarat First-29-08-2025-
આ પણ વાંચોઃ PM Modi's Japan Visit : ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
કુલ 90 લોકોનું એરલિફ્ટ કરી રેસ્ક્યૂ કરાયું
જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ નુકસાન પામ્યા છે. વાયુસેનાએ બચાવ કામગીરી માટે પોતાના હેલિકોપ્ટર કાફલાને કામે લગાડ્યો છે. ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી લગભગ 206 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોમાં સેનાના જવાનો તેમજ નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ અને પીવાનું પાણી પણ પહોંચાડવામાં આવ્યું હતું. જમ્મુના અખનૂર વિસ્તારમાં સેનાના 12 જવાનો અને 3 મહિલા કોન્સ્ટેબલ સહિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 11 જવાનોને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
Continuing with the relief operations, @IAF_MCC & @hqwaciaf today rescued 190 more souls and air dropped 6750 kgs of relief material in the affected areas. All necessary assets remain mobilised and ready to undertake relief operations as required.… pic.twitter.com/qpGnzyT9wo
— PRO Defence Jammu (@prodefencejammu) August 28, 2025
પંજાબમાં પણ એરલિફ્ટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ ઓપરેશન માટે એરલિફ્ટ શરૂ કરાઈ છે. પંજાબના પઠાણકોટ અને ડેરા બાબા નાનક વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યા છે. વાયુસેનાએ પઠાણકોટ વિસ્તારમાંથી 46 લોકોને બચાવ્યા અને 6750 કિલોથી વધુ રાહત સામગ્રી પણ પહોંચાડી. ડેરા બાબા નાનક વિસ્તારમાં સેનાના 38 જવાનો તેમજ BSFના 10 જવાનોને હેલિકોપ્ટર દ્વારા બચાવ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાનું બચાવ કાર્ય ચાલુ છે. આ વિસ્તાર ગંભીર પૂરની ઝપેટમાં છે.
Jammu-Kashmir's Flood Gujarat First-29-08-2025--
આ પણ વાંચોઃ PM મોદીની સ્વ.માતા અંગે રાહુલ ગાંધીની અભદ્ર ટિપ્પણી બાદ અમિત શાહ આક્રોશિત


