બિહાર ચૂંટણી: પ્રશાંત કિશોરની જનસુરાજે 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
- બિહાર વિધાનસભાની ચૂંટણી માટે જનસુરાજે પાર્ટી જાહેર કર્યા ઉમેદવાર (Jan Suraj candidates list)
- પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ 65 ઉમેદવારનું લિસ્ટ જારી કર્યું
- અગાઉ 51 ઉમેદવારો જનસુરાજ પાર્ટીએ કર્યા હતા જાહેર
Jan Suraj candidates list : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections) માટે તૈયારી કરી રહેલી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ની પાર્ટી જનસુરાજ (Jan Suraj) એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જનસુરાજના વડા પ્રશાંત કિશોરે સોમવારે 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પહેલાં, પાર્ટીએ 51 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ બે યાદીઓને ભેગી કરતાં, જનસુરાજે અત્યાર સુધીમાં 100થી વધુ (કુલ 116) બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પ્રથમ યાદીમાં મુખ્ય નામો અને જાતિગત સમીકરણ (Jan Suraj candidates list)
- જનસુરાજની પ્રથમ યાદીમાં કેટલાક નોંધનીય નામોનો સમાવેશ થાય છે:
- સમસ્તીપુરની મોરવા વિધાનસભા બેઠક પરથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર (Jagriti Thakur).
- પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહની પુત્રી લતા સિંહ (Lata Singh) ને અસ્થાવાં બેઠક પરથી ટિકિટ.
- ગોપાલગંજ બેઠક પરથી પ્રીતિ કિન્નર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- પ્રથમ યાદીના જાતિગત સમીકરણ ની વાત કરીએ તો, સૌથી વધુ EBC (અત્યંત પછાત વર્ગ) માંથી 17 ઉમેદવારો, SC/ST માંથી 7, OBC માંથી 11, લઘુમતી (Minority) માંથી 9 અને સામાન્ય વર્ગ (General) માંથી 7 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.
Jan Suraaj releases another list of 65 candidates for the upcoming Bihar elections 2025. pic.twitter.com/ccpS2gj2Zr
— ANI (@ANI) October 13, 2025
કુલ 116 ઉમેદવારોની ઘોષણા (Jan Suraj candidates list)
પ્રથમ યાદીમાં 51 અને બીજી યાદીમાં 65 ઉમેદવારોની જાહેરાત સાથે, જનસુરાજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 116 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા આગામી સમયમાં વધુ યાદીઓ પણ બહાર પાડવામાં આવશે.
65 ઉમેદવારોમાંથી મુખ્ય ચહેરાઓ
- જનસુરાજ પક્ષે ભાગલપુર બેઠક પરથી અભયકાંત ઝા અને બડહરિયા બેઠક પરથી ડૉ. શાહનવાઝને ઉમેદવાર બનાવ્યા છે.
- શિવહર બેઠક પરથી નીરજ સિંહ, નરકટિયા બેઠક પરથી લાલાબાબુ યાદવ અને કલ્યાણપુર બેઠક પરથી મંતોષ સહનીને ટિકિટ આપવામાં આવી છે.
- આ ઉપરાંત, સંદેશ બેઠક પરથી રાજીવ રંજન સિંહ, બાજપટ્ટી બેઠક પરથી આઝમ અનવર હુસૈન અને હરલાખી બેઠક પરથી રત્નેશ્વર ઠાકુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
- નરપતગંજ બેઠક પર જનાર્દન યાદવ અને ઇસ્લામપુર બેઠક પર તનુજા કુમારી જનસુરાજ વતી ચૂંટણી લડશે.
પ્રશાંત કિશોરનું નામ ગેરહાજર
જનસુરાજની બીજી યાદીમાં પણ તેના સ્થાપક પ્રશાંત કિશોરનું નામ સામે આવ્યું નથી. 9 ઓક્ટોબરે જાહેર થયેલી પ્રથમ યાદીમાં પણ તેમના ચૂંટણી લડવાની પુષ્ટિ કરવામાં આવી નહોતી. પ્રથમ યાદીમાં પૂર્વ IPS અધિકારી આર. કે. મિશ્રા (દરભંગા), વરિષ્ઠ વકીલ વાય. વી. ગિરિ (માંઝી) અને ભોજપુરી ગાયક રિતેશ રંજન પાંડેય (કરગહર) જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : IRCTC કૌભાંડ: લાલુ, રાબડી, તેજસ્વી યાદવ સામે કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે આરોપ ઘડ્યા


