ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહાર ચૂંટણી: પ્રશાંત કિશોરની જનસુરાજે 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેથી અત્યાર સુધીમાં કુલ 116 બેઠકો પર ઉમેદવાર જાહેર થયા. પ્રથમ યાદીમાં કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર અને RCP સિંહની પુત્રી લતા સિંહને ટિકિટ મળી હતી. જાતિગત સમીકરણમાં EBC અને OBC પર ભાર મુકાયો છે, જોકે પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડી રહ્યા નથી.
03:47 PM Oct 13, 2025 IST | Mihir Solanki
પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેથી અત્યાર સુધીમાં કુલ 116 બેઠકો પર ઉમેદવાર જાહેર થયા. પ્રથમ યાદીમાં કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર અને RCP સિંહની પુત્રી લતા સિંહને ટિકિટ મળી હતી. જાતિગત સમીકરણમાં EBC અને OBC પર ભાર મુકાયો છે, જોકે પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડી રહ્યા નથી.
Jan Suraj candidates list

Jan Suraj candidates list : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections) માટે તૈયારી કરી રહેલી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ની પાર્ટી જનસુરાજ (Jan Suraj) એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જનસુરાજના વડા પ્રશાંત કિશોરે સોમવારે 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પહેલાં, પાર્ટીએ 51 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ બે યાદીઓને ભેગી કરતાં, જનસુરાજે અત્યાર સુધીમાં 100થી વધુ (કુલ 116) બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પ્રથમ યાદીમાં મુખ્ય નામો અને જાતિગત સમીકરણ (Jan Suraj candidates list)

કુલ 116 ઉમેદવારોની ઘોષણા (Jan Suraj candidates list)

પ્રથમ યાદીમાં 51 અને બીજી યાદીમાં 65 ઉમેદવારોની જાહેરાત સાથે, જનસુરાજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 116 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા આગામી સમયમાં વધુ યાદીઓ પણ બહાર પાડવામાં આવશે.

65 ઉમેદવારોમાંથી મુખ્ય ચહેરાઓ

પ્રશાંત કિશોરનું નામ ગેરહાજર

જનસુરાજની બીજી યાદીમાં પણ તેના સ્થાપક પ્રશાંત કિશોરનું નામ સામે આવ્યું નથી. 9 ઓક્ટોબરે જાહેર થયેલી પ્રથમ યાદીમાં પણ તેમના ચૂંટણી લડવાની પુષ્ટિ કરવામાં આવી નહોતી. પ્રથમ યાદીમાં પૂર્વ IPS અધિકારી આર. કે. મિશ્રા (દરભંગા), વરિષ્ઠ વકીલ વાય. વી. ગિરિ (માંઝી) અને ભોજપુરી ગાયક રિતેશ રંજન પાંડેય (કરગહર) જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IRCTC કૌભાંડ: લાલુ, રાબડી, તેજસ્વી યાદવ સામે કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે આરોપ ઘડ્યા

Tags :
Bihar Assembly Elections 2025Bihar caste politicsJan Suraj candidates listKarpoori Thakur granddaughterPrashant Kishor Party
Next Article