ભાજપે રાજ્યસભા માટે 3 ઉમેદવારોના નામ કર્યા જાહેર, એક મુસ્લિમનું નામ પણ સામેલ
- JK રાજ્યસભા માટે ભાજપના 3 ઉમેદવાર જાહેર (Jammu-Kashmir Rajya Sabha Election)
- ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજનનું નામ જાહેર
- સતપાલ શર્માને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર
- ઘાટીમાં મુસ્લિમ સમુદાયને સાધવા ભાજપનો પ્રયાસ
- આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
Jammu-Kashmir Rajya Sabha Election : જમ્મુ-કાશ્મીર (J&K) માં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર યાદી બહાર પાડી દીધી છે. આ તરફ, જમ્મુ-કાશ્મીરમાં સત્તારૂઢ નેશનલ કોન્ફરન્સ (NC) એ શુક્રવારે જ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દીધી હતી અને દાવો કર્યો હતો કે ચોથી બેઠક માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે.
ત્રણ અલગ-અલગ ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કર્યા
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું કે પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ત્રણ અલગ-અલગ દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામો પર મંજૂરીની મહોર મારી દીધી છે:
- અધિસૂચના 01 હેઠળ: એક રાજ્યસભા બેઠક માટે ગુલામ મોહમ્મદ મીરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- અધિસૂચના 02 હેઠળ: બીજી રાજ્યસભા બેઠક માટે રાકેશ મહાજનના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે.
- અધિસૂચના 03 હેઠળ: બે રાજ્યસભા બેઠકો માટે સતપાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.
- આ જાહેરાત રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા કરવામાં આવી હતી.
BJP releases a list of candidates for the Biennial Elections to the Rajya Sabha from Jammu and Kashmir. pic.twitter.com/n0KiBQs6CF
— ANI (@ANI) October 12, 2025
નેશનલ કોન્ફરન્સની ત્રણ બેઠકો પર દાવેદારી (Jammu-Kashmir Rajya Sabha Election)
વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાના આધારે, નેશનલ કોન્ફરન્સને ત્રણ બેઠકો પર અને ભાજપને એક બેઠક પર સ્પષ્ટ બઢત મળી રહી છે. ભાજપની જાહેરાત પહેલાં જ, એનસીએ ત્રણ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. સાથે જ, શાસક પક્ષે દાવો કર્યો હતો કે તેઓ ચોથી બેઠક માટે કોંગ્રેસ પક્ષ સાથે મળીને વ્યૂહરચના બનાવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના રાજકારણ માટે ચૂંટણીનું મહત્વ
જમ્મુ-કાશ્મીરના રાજકારણ માટે આ ચૂંટણીઓ ખૂબ મહત્વની માનવામાં આવે છે. ભાજપે રાજ્યસભામાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે ત્રણેય ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉમેદવારોની જીતથી પાર્ટીને આ ક્ષેત્રમાં પોતાની પ્રાદેશિક હાજરી અને સંસદમાં પ્રતિનિધિત્વ વધારવામાં મદદ મળશે.
આ પણ વાંચો : PM Modi સાથે મુલાકાત બાદ, Anthropic CEO એ કહ્યું, ભારત AI ના ભવિષ્યને નવો આકાર આપશે


