Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaya Bachchan controversy: સેલ્ફી લેવા આવેલા યુવકને માર્યો ધક્કો, વીડિયો વાયરલ

જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સેલ્ફી લેવા આવેલા યુવકને ધક્કો મારતા જોવા મળે છે. જુઓ આ નવા વિવાદ પર લોકોની પ્રતિક્રિયા.
jaya bachchan controversy  સેલ્ફી લેવા આવેલા યુવકને માર્યો ધક્કો  વીડિયો વાયરલ
Advertisement
  • રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનને(Jaya Bachchan )આવ્યો ફરી વખત ગુસ્સો
  • સેલ્ફી લેવા આવેલા વ્યક્તિને ધક્કો મારીને બાજુમાં ખસેડ્યો
  • સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
  • જયા બચ્ચનના આ વીડિયો અંગે લોકો આપી રહ્યા છે વિવિધ પ્રતિક્રિયા

રાજ્યસભાના સાંસદ અને અનુભવી અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan) ફરી એકવાર તેમના ગુસ્સા અને આક્રમક વર્તનને કારણે ચર્ચામાં છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે એક કાર્યક્રમ દરમિયાનનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સેલ્ફી લેવા આવેલા એક યુવકને ધક્કો મારતા જોવા મળે છે.

અહેવાલો અનુસાર, તે યુવક તેમની પરવાનગી વગર તેમની નજીક પહોંચ્યો હતો, જેના કારણે જયા બચ્ચન (Jaya Bachchan) ગુસ્સે થયા અને તેને જોરદાર ધક્કો માર્યો. આ ઘટના જોઈને ત્યાં હાજર લોકો થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

Advertisement

Jaya Bachchan વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા

જયા બચ્ચન(Jaya Bachchan) આ કાર્યક્રમમાં બંગાળ અને બાંગ્લા ભાષાના અપમાનના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. બંગાળ સાથે ગાઢ સંબંધ ધરાવતા હોવાથી, જયા બચ્ચને(Jaya Bachchan) મનોજ ઝા અને અન્ય નેતાઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, તેમણે હાથમાં એક પોસ્ટર પકડીને નારા લગાવ્યા હતા, જેના પર લખ્યું હતું, "રાષ્ટ્રગીતનું અપમાન દેશદ્રોહ સમાન છે."

આ પણ વાંચો: કોની નસબંધી કરાવવા માંગે છે Raveena Tandon? કહ્યું, હવે આ સમયની માગ

Jaya Bachchanને અગાઉ પણ આવ્યો હતો ગુસ્સો

રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ગુસ્સો: આ અગાઉ, રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' પરની ચર્ચા દરમિયાન, તેમણે સરકારની વાતને "કાલ્પનિક" ગણાવી હતી. આ દરમિયાન, તેમણે પોતાની બાજુમાં બેઠેલા શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને પણ "મને કંટ્રોલ ન કરો" કહીને ઠપકો આપ્યો હતો.

પ્રાર્થના સભામાં ગુસ્સો: આ પહેલા, એક દિવંગત અભિનેતાની પ્રાર્થના સભામાં પણ તેમનો ગુસ્સો જોવા મળ્યો હતો. જ્યારે એક વૃદ્ધ મહિલાએ તેમને ખભા પર હાથ મૂક્યો, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તે મહિલાનો હાથ ઝટકીને ગુસ્સામાં કંઈક કહ્યું હતું અને જે વ્યક્તિ આ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો, તેની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Jaya Bachchan આવા વર્તનની લોકો કરી રહ્યા છે ચર્ચા

જયા બચ્ચનનું આ વર્તન સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. ઘણા યુઝર્સ તેમના આ વર્તનની ટીકા કરે છે. એક યુઝરે લખ્યું હતું કે, "લોકો જાણે છે કે તેઓમાં કોઈ શિષ્ટાચાર નથી, છતાં પણ તેઓ તેમની સાથે તસવીરો લેવા માંગે છે. તેમને સંપૂર્ણપણે અવગણી દેવા જોઈએ, તેઓ ભૂલી ગયા છે કે તેઓ જે શાનદાર જીવન જીવી રહ્યા છે, તે માત્ર તેમના ફોલોઅર્સને કારણે છે." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "તેમણે ફરીથી શાળાએ જઈને શિષ્ટાચાર શીખવો જોઈએ."

આ પણ વાંચો: Ramayan Facts: શૂટિંગ પહેલાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ભગવાન રામની માફી કેમ માંગતા?

Tags :
Advertisement

.

×