જીદે ભરાયા Gopal Mandal! કહ્યું - જ્યા સુધી ટિકિટ નહીં મળે, ત્યાં સુધી બેઠો રહીશ
- Gopal Mandal નું નીતિશ નિવાસસ્થાન સામે ધરણાં પ્રદર્શન
- ટિકિટ માટે મુખ્યમંત્રીના દરવાજે ધારાસભ્યનો વિરોધ
- જ્યા સુધી ટિકિટ નહીં મળે, ત્યાં સુધી બેઠો રહીશ: ગોપાલ મંડલ
- ભાજપની ટિકિટ કાપવાની અટકળ, ધારાસભ્યએ પ્રદર્શન શરૂ કર્યું
- JDU ધારાસભ્યનું મક્કમ વલણ, ટિકિટ માટે વિરોધ
Gopal Mandal Dharna : જનતા દળ યુનાઇટેડ (JDU) ના ધારાસભ્ય ગોપાલ મંડલ (Gopal Mandal), જે પોતાના નિવેદનો અને અનોખી શૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, તે ફરી એકવાર સમાચારના કેન્દ્રમાં છે. જોકે, આ વખતે કારણ થોડું અલગ અને રાજકીય રીતે ગંભીર છે. ભાગલપુરના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રના આ મજબૂત નેતાએ સીધા મુખ્યમંત્રી નીતિશ કુમારના પટના સ્થિત નિવાસસ્થાનની બહાર જ ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધું છે.
ટિકિટ બચાવવા માટે નીતિશ કુમારને મળવાનો આગ્રહ
ધારાસભ્યની આ અસામાન્ય કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમને ડર છે કે આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી JDU તેમની ટિકિટ રદ કરી શકે છે. ટિકિટ જાળવી રાખવાની માંગ સાથે, ગોપાલ મંડલ (Gopal Mandal) હવે ખુલ્લેઆમ મુખ્યમંત્રીના દરવાજા પર બેસી ગયા છે. ટિકિટ જાળવી રાખવાની માંગ સાથે, ગોપાલ મંડલ (Gopal Mandal) હવે ખુલ્લેઆમ મુખ્યમંત્રીના દરવાજા પર બેસી ગયા છે. જણાવી દઇએ કે, ગોપાલ મંડલ (Gopal Mandal) આજે સવારે વહેલા તેમના સમર્થકોના કાફલા સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
VIDEO | Patna: JD(U) MLA from Gopalpur Gopal Mandal sits on a protest outside CM Nitish Kumar’s residence at 1 Anne Marg with his supporters. He says,
“I came here to meet the Chief Minister and will remain seated until I meet him and be assured about getting the ticket (for… pic.twitter.com/j4WB3OeKC8
— Press Trust of India (@PTI_News) October 14, 2025
તેમણે શરૂઆતમાં આશા વ્યક્ત કરી હતી કે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળશે, પરંતુ અટકળો અને આંતરિક કાવતરાંના ભયે તેમને અહીં આવવા માટે મજબૂર કર્યા. ધારાસભ્ય ગોપાલ મંડલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "કેટલાક લોકો મારી ટિકિટ રદ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે." આ કાવતરાંથી બચવા અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા માંગતા હતા. જોકે, જ્યારે તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાતનો સમય ન મળ્યો અને તેઓ મળી શક્યા નહીં, ત્યારે તેમણે વિરોધના સ્વરૂપમાં ધરણાં શરૂ કરી દીધા.
જ્યાં સુધી ટિકિટ નહીં મળે, ત્યાં સુધી પાછા નહીં જાઉં! : Gopal Mandal
ગોપાલ મંડલનું વલણ અત્યંત આક્રમક અને દૃઢ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર તેમની હાજરીની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. તેમણે મક્કમતાથી જાહેર કર્યું કે, "હું ટિકિટ મળ્યા પછી જ અહીંથી પાછો ફરીશ. જ્યાં સુધી ટિકિટ નહીં મળે, ત્યાં સુધી અહીં જ ધરણાં પર બેસીશ." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ સવારે 8:30 વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર ઊભા છે.
VIDEO | Patna: JD(U) MLA Gopal Mandal and other leaders seeking election tickets stage a dharna outside the Chief Minister Nitish Kumar’s residence.#BiharElections2025 #BiharElectionsWithPTI
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/mDJweTUMCm
— Press Trust of India (@PTI_News) October 14, 2025
તેમના મતે, તેઓ એક મજબૂત નેતા છે અને પાર્ટીના મોટા નેતાઓએ આ વાત સમજવી જોઈએ. ધારાસભ્ય સાથે હાજર સમર્થકોએ પણ તેમના નેતાને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટિકિટ કપાવાની અટકળોને નકારી કાઢી હતી. આ સમર્થન બતાવે છે કે ગોપાલ મંડલ સ્થાનિક સ્તરે સારો પ્રભાવ ધરાવે છે.
'હું નીતિશ કુમારથી નહીં, મોટા નેતાઓથી નારાજ છું'
મુખ્યમંત્રીના દરવાજે ધરણાં કરવા છતાં, ગોપાલ મંડલે એક મહત્વપૂર્ણ રાજકીય નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તે મુખ્યમંત્રી નીતિશ કુમારથી નારાજ નથી, પરંતુ પક્ષના મોટા નેતાઓથી નારાજ છે જેઓ તેમની ટિકિટ કાપવા માંગે છે. જોકે, તેમણે આ મોટા નેતાઓનું નામ જાહેર કર્યું નથી. ગોપાલ મંડલે અત્યંત ભાવનાત્મક થઈને કહ્યું કે, "જો મારા પર લાકડીઓથી હુમલો કરવામાં આવશે તો જ હું ત્યાંથી જઈશ."
આ પણ વાંચો : JDUએ ઉમેદવારીની યાદી જાહેર કરતા પહેલા ઉમેદવારોને આપ્યા મેન્ડેટ! નીતિશ કુમારના નિવાસ્થાને બેઠક


