Jharkhand : કાવડીયાઓની બસનો ગમખ્વાર અકસ્માત, 18 લોકોના મૃત્યુથી ચકચાર મચી ગઈ
- આજે મંગળવારે વહેલી સવારે ઝારખંડના દેવઘરમાં કાવડીયાઓની બસને થયો અકસ્માત
- બસ એલપીજી સીલીન્ડર ભરેલ ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી
- આ ગમખ્વારના અકસ્માતમાં 18 લોકોના મૃત્યુ થયા છે
Jharkhand : આજે મંગળવારે વહેલી સવારે ઝારખંડના દેવઘર (Deoghar) માં કાવડીયાઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો. મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયા વળાંક પાસે ગોડ્ડા દેવઘર હાઈવે પર કાવડીયાઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટ્રકમાં એલપીજી સીલીન્ડર ભરેલા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કાવડીયાઓ સહિત 18 લોકોના કરુણ મૃત્યુ થયા છે. આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
ગમખ્વાર માર્ગ અકસ્માત
આજે વહેલી સવારે ઝારખંડના દેવઘર જિલ્લામાં મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયા વળાંક પાસે કાવડીયાઓને લઈ જતી બસ એલપીજી સીલીન્ડર ભરેલ ટ્રક સાથે ઘડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બસના પૈડા પણ અલગ થઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કાવડીયા સહિત 18 લોકોના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. આ અકસ્માતનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. સ્થાનિકોએ સત્વરે મોહનપુર પોલીસ સ્ટેશનને આ અકસ્માતની જાણ કરી હતી. ત્યાબાદ પોલીસ ઘટના સ્થળે ધસી આવી અને કાયદાકીય કાર્યવાહી શરુ કરી દીધી હતી.
VIDEO | Jharkhand: At least five Kanwariyas were killed and several injured in a road accident in Deoghar on Tuesday, a police officer said.
The incident took place when a bus carrying Kanwariyas collided with a vehicle transporting gas cylinders near Jamuniya forest under… pic.twitter.com/VZ28GC6qwH
— Press Trust of India (@PTI_News) July 29, 2025
આ પણ વાંચોઃ Meghalaya : 4000 ટન કોલસો કોણ લઈ ગયું તે જ ખબર નથી ? મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ
બસચાલકનું કરુણ મૃત્યુ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરનું પણ અકસ્માતમાં મોત થયું છે. તેની ઓળખ મોહનપુરના રહેવાસી સુભાષ તુરી તરીકે થઈ છે. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે દૂર દૂર સુધી ધડાકો સંભળાયો હતો. ઘણી ચીસો પડી હતી. સ્થાનિક લોકોએ સત્વરે બચાવ કાર્ય શરુ કરીને ઘાયલોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો એક ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
આ પણ વાંચોઃAvatar Fire and Ash trailer: અવતાર 3 નું ટ્રેલર રિલીઝ, પેન્ડોરાની દુનિયામાં ખતરનાક વિલન જોવા મળ્યો


