Jharkhand : અમિત શાહ આજે રાંચી પ્રવાસે, ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે રાંચીના પ્રવાસે જશે
- તેઓ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે
- 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ આવી રહ્યા છે
Jharkhand : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) રાંચીના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ (Eastern Zonal Council) ની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાગ લેવા માટે 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ આવી રહ્યા છે. રાજ્યો વચ્ચેના પરસ્પર મુદ્દાઓ અને કાયદો અને વ્યવસ્થા સહિત અનેક ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. રાંચીની હોટેલ રેડિસન બ્લૂ ખાતે બેઠક યોજાવાની છે. ગૃહમંત્રીના આગમન માટે એરપોર્ટથી હોટેલ રેડિસન બ્લૂ (Hotel Radisson Blue) સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાંચી પોલીસ હાઈ એલર્ટ પર
રાજધાનીમાં ગૃહમંત્રીની ગતિવિધિને લઈને રાંચી પોલીસ હાઈ એલર્ટ પર છે. Amit Shah આજે 10 જુલાઈના રોજ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા આવી રહ્યા છે. ડીઆઈજી કમ એસએસપી ચંદન કુમાર સિંહાએ રાંચી પોલીસના અધિકારીઓ અને જવાનોને સુરક્ષા અંગે માહિતી આપી હતી. સમગ્ર આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. વીઆઈપી કેવી રીતે પહોંચશે અને તેઓ કયા રૂટનો ઉપયોગ કરશે તેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
મોટરકાડનું રિહર્સલ કર્યુ
ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને રાંચી પોલીસે મંગળવારે મોટરકાડનું રિહર્સલ (Motorcade Rehearsal) કર્યુ. પોલીસ લાઈનથી એરપોર્ટ પર મોટરકાડ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ મોટરકાડ પોલીસ લાઈનમાં પાછો આવ્યો. આજે સવારથી રાત્રે 10 કલાક સુધી શહેરમાં મોટા માલ વહન કરનારા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 10મી એ સવારે 8થી રાત્રે 11 કલાક સુધી અને સાંજે 4થી સાંજે 7 કલાક સુધી નાના માલ વહન કરનારા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
#WATCH | Union Home Minister Amit Shah arrives in Ranchi. He will chair the 27th meeting of the Eastern Zonal Council in Ranchi, Jharkhand, tomorrow. pic.twitter.com/Ng9KzluiUF
— ANI (@ANI) July 9, 2025
આ પણ વાંચોઃ Delhi Rains:દિલ્હી NCR માં ધોધમાર વરસાદ,IMD નું રેડ એલર્ટ જાહેર
4 રાજ્યોના પ્રતિનિધિ મંડળ ભાગ લેશે
રાંચીમાં યોજાનાર ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઝારખંડ સરકાર તરફથી નાણામંત્રી રાધાકૃષ્ણ કિશોર, જમીન મહેસૂલ મંત્રી દીપક બિરુઆ, મુખ્ય સચિવ અલકા તિવારી, ગૃહ વિભાગના મુખ્ય સચિવ વંદના દાદેલ અને ડીજીપી અનુરાગ ગુપ્તા સહિત કુલ 68 પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે. બિહાર સરકાર તરફથી મંત્રી વિજય ચૌધરી અને સમ્રાટ ચૌધરી ભાગ લેશે. ઓડિશા તરફથી મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી (Mohan Charan Manji) , નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદા અને મંત્રી મુકેશ મહાલિંગ ભાગ લેશે. પશ્ચિમ બંગાળ તરફથી મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય બેઠકમાં હાજર રહેશે.
આ પણ વાંચોઃ Amit Shah on Retirement : રાજનીતિમાંથી રિટાયર્ડમેન્ટ બાદ શું કરશે અમિત શાહ? કર્યો મોટો ખુલાસો


