Jharkhand માં 10 લાખનો ઇનામી નક્સલી ઠાર, સેનાને મોટી સફળતા મળી
- ઝારખંડમાં નક્સલ વિરૂદ્ધની ઝુંબેશમાં સેનાનો મોટી સફળતા મળી
- કુખ્યાત મુખદેવ યાદવ ઠાર મરાયો, રૂ. 10 લાખનું તેના પર ઇનામ હતું
- નક્સલી નેટવર્કને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે
Jharkhand : ઝારખંડમાં (Jharkhand Encounter) સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એક મોટા એન્કાઉન્ટરની ઘટના સામે છે. આ એન્કાઉન્ટરમાં, સૈનિકોએ નક્સલી અને TSPC સભ્ય મુખદેવ યાદવને ઠાર માર્યો (Mukhdev Yadav Shot Dead) છે, જેના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ સાથે પોલીસે તેની પાસેથી INSAS રાઈફલ પણ જપ્ત કરી છે. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, મુખદેવ યાદવ એક કુખ્યાત નક્સલી હતો, જેની સામે ઘણા કેસ નોંધાયેલા છે.
મુખદેવ યાદવનો મૃતદેહ કબજે કર્યો
આ ઘટના ઝારખંડના પલામુ જિલ્લાની છે. રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર (Jharkhand Encounter) થયું હતું. આ દરમિયાન, TSPCનો કુખ્યાત આતંકવાદી મુખદેવ યાદવ (Mukhdev Yadav Shot Dead) માર્યો ગયો. પોલીસે જણાવ્યું કે, તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ એન્કાઉન્ટરમાં પોલીસે મુખદેવ યાદવનો મૃતદેહ કબજે કર્યો છે, પરંતુ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
હથિયારો પણ મળી આવ્યા
રવિવારે સવારે નક્સલ વિરોધી ઓપરેશન (Jharkhand Encounter) દરમિયાન, કોબ્રા, ઝારખંડ જગુઆર અને પલામુ પોલીસની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓ સાથે ગોળીબાર શરૂ થયો હતો, જેમાં ફાયરિંગમાં એક નક્સલી માર્યો ગયો છે. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે નક્સલીઓ પાસેથી એક INSAS રાઇફલ મળી આવી છે. જે બાદ પોલીસે વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
નક્સલી નેટવર્ક સામે મોટી કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, શશિકાંત જૂથનો સભ્ય મુખદેવ યાદવ (Mukhdev Yadav Shot Dead) લાંબા સમયથી નક્સલી (Jharkhand Encounter) પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. પોલીસે જણાવ્યું કે, શશિકાંત સામે ઘણા કેસ નોંધાયા છે. મુખદેવ યાદવનું એન્કાઉન્ટર નક્સલી નેટવર્ક સામે મોટી કાર્યવાહી છે. પોલીસે કહ્યું કે, ઉગ્રવાદીઓ સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. એન્કાઉન્ટર બાદ લાશ મળી આવી છે. જોકે, સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. પોલીસનો દાવો કર્યો છે કે, નક્સલીઓના સમગ્ર નેટવર્કનો નાશ કરવામાં આવશે.
આ પણ વાંચો ----- PM Modi Assam Visit: 'હું શિવનો ભક્ત, બધુ ઝેર ગળી જાઉં છું...', આસામની રેલીમાં PM Modi એ કહ્યું


