Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેશ કાંડમાં જસ્ટિસ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી

ભ્રષ્ટાચારના આરોપો બાદ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી ઝડપી, સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટને પડકાર્યો
કેશ કાંડમાં જસ્ટિસ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા  લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી
Advertisement
  • કેશ કાંડમાં જસ્ટિસ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી
  • ભ્રષ્ટાચારના આરોપો બાદ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી ઝડપી, સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટને પડકાર્યો

ઇલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ સંસદના મોનસૂન સત્ર (21 જુલાઈથી 12 ઓગસ્ટ, 2025)માં તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થવાની શક્યતા છે. આ મામલો 14 માર્ચ, 2025ના રોજ તેમના દિલ્હીના સરકારી નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બાદ શરૂ થયો, જ્યાંથી મોટી માત્રામાં સળગેલી રોકડ ચલણી નોટો મળી આવી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ જસ્ટિસ વર્માને દોષી ઠેરવ્યા હતા, અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ તેમની બરખાસ્તગીની ભલામણ કરી હતી. આ રિપોર્ટ અને મહાભિયોગની ભલામણને જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

કેશ કાંડની ઘટના

Advertisement

14 માર્ચ, 2025ના રોજ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હીના તુગલક ક્રેસન્ટ ખાતેના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી જ્યારે સ્ટોરરૂમમાંથી 500 રૂપિયાની સળગેલી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો. જસ્ટિસ વર્માએ દાવો કર્યો કે તેમને આ રોકડની કોઈ જાણકારી નથી અને તે તેમના કે તેમના પરિવાર દ્વારા રાખવામાં આવી ન હતી, આને તેમણે સાજીશ ગણાવી હતી.

Advertisement

સુપ્રીમ કોર્ટની તપાસ

તત્કાલીન CJI સંજીવ ખન્નાએ 22 માર્ચ, 2025ના રોજ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી, જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ થતો હતો. આ સમિતિએ 10 દિવસની તપાસ દરમિયાન 55 સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવા (ફોટા અને વિડિયો)ના આધારે 4 મે, 2025ના રોજ રિપોર્ટ રજૂ કર્યો.

  • રિપોર્ટમાં જણાવાવામાં આવ્યું કે સ્ટોરરૂમમાં સળગેલી રોકડ હાજર હતી, જેની હાજરી ફાયરમેન અને પોલીસે પણ જોઈ.
  • જસ્ટિસ વર્મા આ રોકડનો સ્ત્રોત સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
  • સ્ટોરરૂમ પર જસ્ટિસ વર્મા અને તેમના પરિવારનો સંપૂર્ણ નિયંત્રણ હતું.

સમિતિએ તેમની બરખાસ્તગીની ભલામણ કરી, જેને CJI ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 8 મે, 2025ના રોજ મોકલી આપી હતી.

જસ્ટિસ વર્માનો સુપ્રીમ કોર્ટમાં પક્ષ

18 જુલાઈ, 2025ના રોજ જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી જેમાં તેમણે તપાસ સમિતિના રિપોર્ટ અને CJIની મહાભિયોગ ભલામણને રદ કરવાની માંગ કરી.

તેમની મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે

  • સમિતિએ તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક ન આપી, જે તેમના ન્યાયી સુનાવણીના સંવૈધાનિક અધિકારનું ઉલ્લંઘન છે.
  • રોકડની માલિકી સાબિત કરવાનો બોજ તેમના પર નાખવામાં આવ્યો, જે ખોટી પ્રક્રિયા છે.
  • 11 વર્ષના તેમના નિષ્કલંક કારકિર્દીના રેકોર્ડનો હવાલો આપ્યો.
  • તેમણે આ ઘટનાને તેમની પ્રતિષ્ઠા ખરડવાની સાજીશ ગણાવી.

જસ્ટિસ વર્માએ CJIની રાજીનામાની સલાહને ‘અયોગ્ય’ ગણી નકારી હતી. આ ઘટના બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી ઇલાહાબાદ હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા, જ્યાં તેમને કોઈ ન્યાયિક કામ સોંપવામાં નથી આવ્યું.

લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવસંસદનું મોનસૂન સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ, 2025 દરમિયાન યોજાશે. દ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, “ન્યાયાધીશને દૂર કરવાનો અધિકાર સંસદ પાસે છે, જે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીથી સ્વતંત્ર છે.” રિજિજૂએ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે જેથી આ મામલે સર્વસંમતિ બની શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભ્રષ્ટાચારનો મામલો હોવાથી આને રાજકીય બનાવવો ન જોઈએ.

જજીસ (ઇન્ક્વાયરી) એક્ટ, 1968 મુજબ લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 100 સાંસદોના હસ્તાક્ષર જરૂરી છે, જ્યારે રાજ્યસભામાં 50 સાંસદોનું સમર્થન જરૂરી છે.

પ્રસ્તાવ સ્વીકૃત થયા બાદ લોકસભા સ્પીકર અથવા રાજ્યસભા અધ્યક્ષ ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચશે, જેમાં સુપ્રીમ કોર્ટનો એક ન્યાયાધીશ, હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ, અને એક પ્રતિષ્ઠિત વિદ્વાનનો સમાવેશ થશે.

જો સમિતિ ન્યાયાધીશને દોષી ઠેરવે તો સંસદમાં ચર્ચા અને મતદાન થશે. બંને સદનોમાં બે-તૃતીયાંશ બહુમતીથી પ્રસ્તાવ પસાર થવા પર રાષ્ટ્રપતિ ન્યાયાધીશને હટાવવાનો આદેશ આપશે.

મીડિયા અહેવાલો મુજબ, સરકારે લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે સાંસદોના હસ્તાક્ષર એકત્ર કરવાનું શરૂ કર્યું છે. વિપક્ષે પણ આ મામલે સમર્થન આપવાની સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી છે. સરકાર આ પ્રક્રિયાને મોનસૂન સત્રમાં જ પૂર્ણ કરવા માંગે છે.

આ પણ વાંચો- OPERATION SINDOOR માં ક્ષતિગ્રસ્ત પાકિસ્તાનનું એરપોર્ટ આજે પણ ચાલુ થઇ શક્યું નથી

Tags :
Advertisement

.

×