ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Justice Yashwant Verma ની દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી

યશવંત વર્માના ટ્રાન્સફરને મંજૂરી આપી HC થી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી અલ્હાબાદ હાઇકોર્ટ સંભાળશે કાર્યભાર Justice Yashwant Verma :કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ પર ન્યાયમૂર્તિ યશવંત વર્માના (Justice Yashwant Varma)ટ્રાન્સફરને(transfer) મંજૂરી આપી છે. હવે તેઓ Delhi High Courtથી...
07:01 PM Mar 28, 2025 IST | Hiren Dave
યશવંત વર્માના ટ્રાન્સફરને મંજૂરી આપી HC થી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી અલ્હાબાદ હાઇકોર્ટ સંભાળશે કાર્યભાર Justice Yashwant Verma :કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ પર ન્યાયમૂર્તિ યશવંત વર્માના (Justice Yashwant Varma)ટ્રાન્સફરને(transfer) મંજૂરી આપી છે. હવે તેઓ Delhi High Courtથી...
Justice Yashwant Varma

Justice Yashwant Verma :કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ પર ન્યાયમૂર્તિ યશવંત વર્માના (Justice Yashwant Varma)ટ્રાન્સફરને(transfer) મંજૂરી આપી છે. હવે તેઓ Delhi High Courtથી અલ્હાબાદ હાઇકોર્ટ (Allahabad High Court)જશે. જે તેમનું મૂળ કાર્યક્ષેત્ર છે. આ નિર્ણય તમામ વિવાદની વચ્ચે લેવામાં આવ્યો છે. જેમાં તેમના નિવાસસ્થાને આગ લાગ્યા બાદ મોટી સંખ્યામાં ચલણી નોટ મળી આવ્યા હતા. હવે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ સાથે દિલ્હી હાઈકોર્ટના અન્ય એક જજ જસ્ટિસ ચંદ્રધારી સિંહની પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ તપાસ

રોકડ વસૂલાતના (cash recovery)કેસની તપાસ માટે, ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI સંજીવ ખન્નાએ 22 માર્ચે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી. એવો આરોપ છે કે જસ્ટિસ વર્માના સત્તાવાર રહેણાંક સંકુલમાંથી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. જ્યાં 14 માર્ચે આગ લાગી હતી. આગ બુઝાવનાર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સ્ટોર રૂમમાં નોટોના આ બંડલ જોવા મળ્યા હતા. આગને કારણે ઘણી નોટો બળી ગઈ. જસ્ટિસ યશવંત વર્મા સાથે સંકળાયેલા રોકડ કૌભાંડ કેસની આંતરિક તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની પેનલમાં - પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અનુ શિવરામનનો સમાવેશ થાય છે. આ તપાસ બંધારણ હેઠળની મહાભિયોગ પ્રક્રિયાથી અલગ છે.

આ પણ  વાંચો -Bajinder Singh : 8 વર્ષ જૂના બળાત્કાર કેસમાં મોહાલી કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો

ન્યાયાધીશ યશવંત વર્માની કારકિર્દી

56 વર્ષીય જસ્ટિસ યશવંત વર્મા 1992માં વકીલ તરીકે કામ શરુ કર્યુ હતુ. 13 ઓક્ટોબર 2014ના રોજ તેમને અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1 ફેબ્રુઆરી 2016ના રોજ કાયમી જજ તરીકે શપથ લીધા હતા. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1969ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી બી.કોમ (ઓનર્સ) કર્યું અને પછી મધ્યપ્રદેશની રીવા યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં બંધારણીય, શ્રમ અને ઔદ્યોગિક કાયદાઓ તેમજ કોર્પોરેટ કાયદા, કરવેરા અને સંબંધિત કાયદાઓ પર પ્રેક્ટિસ કરી. તેઓ 2006 થી હાઇકોર્ટના ખાસ વકીલ અને 2012 થી 2013 સુધી ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સ્થાયી વકીલ પણ હતા. 2013 માં તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Tags :
allahabad-high-courtcash recoveryDelhi-High-Courtfire departmentFIRE INCIDENTJustice Yashwant VarmaSupreme Court Collegiumtransfer
Next Article