ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Film Emergency પર સેંસર બોર્ડે લગાવી રોક, અભિનેત્રીએ શેર કર્યો વીડિયો

વીડિયોના માધ્યમથી આ વાતનો ખુલાસો અભિનેત્રીએ કર્યો ફિલ્મ Emergency નું સર્ટિફિકેશન રોકવામાં આવ્યું 6 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે Kangana Ranaut Film Emergency :  બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut આ દિવસોમાં તેની આગામી ફિલ્મ Emergency ને લઈને ચર્ચાનો...
10:03 PM Aug 30, 2024 IST | Aviraj Bagda
વીડિયોના માધ્યમથી આ વાતનો ખુલાસો અભિનેત્રીએ કર્યો ફિલ્મ Emergency નું સર્ટિફિકેશન રોકવામાં આવ્યું 6 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે Kangana Ranaut Film Emergency :  બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut આ દિવસોમાં તેની આગામી ફિલ્મ Emergency ને લઈને ચર્ચાનો...
Kangana Ranaut's 'Emergency' faces legal action, Sikh community seek ban on film

Kangana Ranaut Film Emergency :  બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut આ દિવસોમાં તેની આગામી ફિલ્મ Emergency ને લઈને ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં Kangana Ranaut એ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો કિરદાર નિભાવી રહી છે. તાજેતરમાં ફિલ્મ Emergency નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને જોઈને સૌ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. કારણે કે... ફિલ્મ Emergency ના ટ્રેલરમાં Kangana Ranaut એ ઈન્દિરા ગાંધીનો પડછાયો હોય, તેવું લાગતું હતું.

વીડિયોના માધ્યમથી આ વાતનો ખુલાસો અભિનેત્રીએ કર્યો

હાલમાં, Kangana Ranaut ની ફિલ્મ વિવાદોના વંટોળ વચ્ચે ફસાયેલી છે. ફિલ્મ Emergency એ ટ્રેલર રિલીઝ થયા બાદ શીખ સમુદાયે પહેલા આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને હવે ફિલ્મનું Censor Certificate અટકાવી દેવામાં આવ્યું છે. એક વીડિયોના માધ્યમથી આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે. Kangana Ranaut એ X પર એક વિડિયો જાહેર કર્યો જેમાં આરોપ લગાવ્યો કે તેની ફિલ્મનું Censor Certificate રોકી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:અભિનેતા Shailesh Lodha ના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર પહેલા અભિનેતાએ લીધો મોટો નિર્ણય

ફિલ્મ Emergency નું સર્ટિફિકેશન રોકવામાં આવ્યું

આ વિડિયોમાં Kangana Ranaut એ કહ્યું કે, આજુબાજુ ઘણી અફવાઓ વહેતી થઈ રહી છે કે અમારી ફિલ્મ Emergency ને Censor Certificate મળ્યું છે. પરંતુ તે સાચું નથી. જોકે અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી, પરંતુ હવે તેનું સર્ટિફિકેશન રોકવામાં આવ્યું છે. કારણ કે મને મારી નાખવાની ઘણી ધમકીઓ આવી રહી છે. અને સેન્સરને ઘણી ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં અમારા પર શ્રીમતી ગાંધીની હત્યા ન બતાવવાનું, પંજાબના રમખાણો ન બતાવવાનું દબાણ છે, તો મને નથી ખબર કે પછી શું બતાવવું જોઈએ? ખબર નહીં એવું શું થયું કે ફિલ્મ અચાનક બ્લેક આઉટ થઈ ગઈ.

6 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

જોકે આ ફિલ્મમાં Kangana Ranaut એ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાર્તા વર્ષ 1975 માં ભારતમાં જાહેર કરવામાં આવેલી Emergency પર આધારિત છે. આ ફિલ્મમાં Kangana Ranaut ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: ભારતીય ફિલ્મોમાં Nude Scenes નો ક્રેઝ, આ અભિનેત્રી નગ્ન થવામાં અવલ્લ!

Tags :
cbfcCensor BoardEmergencyEmergency filmemergency kangana ranautGujarat FirstKangana RanautKangana Ranaut filmKangana Ranaut Film Emergency
Next Article