Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું કંગના રણૌત લોકસભાની ચૂંટણી લડશે? અભિનેત્રીએ કહ્યું, 2024ની ચૂંટણીમાં.....

પોતાના નિવેદનો અને કામોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut) શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે? શું તે લોકસભા 2024ની ચૂંટણી લડીને રાજનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરશે? તેના પર અભિનેત્રીએ રવિવારે હરિદ્વાર ખુલીને વાત કરી હતી....
શું કંગના રણૌત લોકસભાની ચૂંટણી લડશે  અભિનેત્રીએ કહ્યું  2024ની ચૂંટણીમાં
Advertisement

પોતાના નિવેદનો અને કામોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut) શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે? શું તે લોકસભા 2024ની ચૂંટણી લડીને રાજનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરશે? તેના પર અભિનેત્રીએ રવિવારે હરિદ્વાર ખુલીને વાત કરી હતી.

અભિનેત્રી કંગના રણૌતે (Kangana Ranaut) રવિવારે હરિદ્વારની મુલાકાત લીધી અને ગંગા આરતી કરી. કંગના તેની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ 'ઇમર્જન્સી' માટે તૈયારી કરી રહી છે, તેણે રવિવારે હરિદ્વારની મુલાકાત લીધી અને ગંગા આરતી કરી હતી.

Advertisement

આ મુલાકાત દરમિયાન તેણીએ આગામી 2024 લોકસભા ચૂંટણી પર પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ કહ્યું, ચૂંટણીને લઈને ઘણી ઉત્સુક છું પણ 2024માં તે જ થશે જે 2019ની લોકસભા ચૂંટણીમાં થયું હતું. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDAએ 353 સીટો જીતી હતી. કંગના અગાઉ અનેક વખત ભવિષ્યમાં ચૂંટણી લડવાના સંકેત આપી ચુકી છે.

Advertisement

તમિલ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી જય લલિતા પર આધારિત ફિલ્મ થઈલાવીના પ્રચાર દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, જો તેમના ફેન્સ ઈચ્છશે તો તે નિશ્ચિતરૂપથી રાજનીતિમાં આવવાનું પસંદ કરશે, કંગનાએ રવિવારે હરિદ્વારમાં જઈને દેવી-દેવતાઓના આશિર્વાદ લીધાં હતા.

Tags :
Advertisement

.

×