Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kanpur Airport : 'મુષકરાજ'ના ખોફથી દોઢસો મુસાફરો ભરેલી ફ્લાઇટ ખાલી કરાવાઇ

Kanpur Airport : મીડિયા સાથે સાથે ફોન પર વાત કરતા, કાનપુર એરપોર્ટના મીડિયા ઈન્ચાર્જ વિવેક સિંહે વિમાનમાં ઉંદર હોવાની પુષ્ટિ કરી હતી
kanpur airport    મુષકરાજ ના ખોફથી દોઢસો મુસાફરો ભરેલી ફ્લાઇટ ખાલી કરાવાઇ
Advertisement
  • ઉંદરની હાજરી દેખાતા જ આખેઆખી ફ્લાઇટ રોકી દેવામાં આવી
  • અઢી કલાક સુધી સર્ચ ઓપરેશન બાદ ફ્લાઇટ રવાના કરાઇ
  • મુસાફરોએ સમગ્ર ઘટનાક્રમને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી

Kanpur Airport : કાનપુર એરપોર્ટ (Kanpur Airport) પર એક ઉંદરના કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ (Rat In Indigo Flight) લાંબા સમય સુધી મોડી પડી હતી. ફ્લાઈટ 140 મુસાફરો સાથે દિલ્હી જઈ રહી હતી. બધા મુસાફરો બપોરે 2:55 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થયેલી ફ્લાઈટમાં ચઢી ગયા હતા, ત્યારે કોઈએ કેબિનમાં એક ઉંદર (Rat In Indigo Flight) ફરતો જોયો, અને એરલાઈન સ્ટાફને તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

ફ્લાઈટ ઉડાન ભરશે નહીં

આ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, અને ઉંદરને (Rat In Indigo Flight) શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન બે કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતુ. જેને પગલે કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી, સામે એરપોર્ટ અધિકારીઓએ તેમને જાણ કરી હતી કે જ્યાં સુધી ઉંદર ન મળે ત્યાં સુધી ફ્લાઈટ ઉડાન ભરશે નહીં. ત્યારબાદ મુસાફરોને લાઉન્જમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

ફ્લાઈટ અઢી કલાક મોડી પડી હતી

ફ્લાઈટ મૂળ રીતે સાંજે 4:10 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી, પરંતુ સાંજે 6:03 વાગ્યે કાનપુરથી રવાના થઈ અને સાંજે 7:16 વાગ્યે દિલ્હી પહોંચી. મીડિયા સાથે સાથે ફોન પર વાત કરતા, કાનપુર એરપોર્ટના મીડિયા ઈન્ચાર્જ વિવેક સિંહે વિમાનમાં ઉંદર (Rat In Indigo Flight) હોવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.

મુંબઈથી ફુકેટ જતી ફ્લાઈટ ડાયવર્ટ

19 સપ્ટેમ્બરના રોજ, ઈન્ડિગોના અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે શુક્રવારે મુંબઈથી ફુકેટ જતી ઈન્ડિગોની ફ્લાઈટને સુરક્ષા ખતરાને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મુંબઈથી ફુકેટ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૧૦૮૯, સુરક્ષા ખતરાને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્રોટોકોલ મુજબ, સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ચેન્નાઈમાં ફ્લાઈટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું."

આ પણ વાંચો -----  PoK આપમેળે ભારતમાં આવી જશે, જાણો Rajnath Singh એ આવું કેમ કહ્યું

Tags :
Advertisement

.

×