Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાઈકોર્ટે વધારી મુશ્કેલીઓ, જમીન કૌભાંડમાં ચાલશે કેસ

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટનો મોટો ઝટકો MUDA જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસ સિદ્ધારમૈયાની અરજી હાઈકોર્ટે ફગાવી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka Chief Minister Siddaramaiah) ને કર્ણાટક હાઈકોર્ટ (High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાથે સંબંધિત...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાઈકોર્ટે વધારી મુશ્કેલીઓ  જમીન કૌભાંડમાં ચાલશે કેસ
Advertisement
  • મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટનો મોટો ઝટકો
  • MUDA જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસ
  • સિદ્ધારમૈયાની અરજી હાઈકોર્ટે ફગાવી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka Chief Minister Siddaramaiah) ને કર્ણાટક હાઈકોર્ટ (High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાથે સંબંધિત જમીન કૌભાંડ (Land Scam) કેસમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી હાઈકોર્ટે (High Court) ફગાવી દીધી છે. આ કેસમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તપાસની મંજૂરી આપી હતી, જેના વિરુદ્ધ સિદ્ધારમૈયા (Siddaramaiah) એ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધતી હોય તેવું જોવા મળી રહી છે. હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેમના વિરુદ્ધ કેસ આગળ વધશે. આ કિસ્સામાં મુખ્ય આરોપ છે કે તેઓએ જમીન ફાળવણી પ્રક્રિયામાં ગેરરીતિ કરી હતી. રાજકીય કક્ષાએ આ મામલો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે અને આ નવી પરિસ્થિતિ તેમના માટે ભારે પડવાની સંભાવના છે. આ કેસમાં અન્ય પક્ષના વકીલનું મંતવ્ય છે કે જો સિદ્ધારમૈયા લોકાયુક્તની તપાસથી સંતુષ્ટ નથી, તો તેઓ CBI તપાસની માંગ કરી શકે છે. CM ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે જ સિંગલ બંધારણીય બેંચના નિર્ણય સામે ડબલ બેન્ચ સમક્ષ અપીલ કરવામાં આવી શકે છે. આ અરજીની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુનાવણી પર સ્ટે મુકવા માટે લોક પ્રતિનિધિ કોર્ટમાં અપીલ કરી શકાય છે. જો ડબલ બેન્ચ સુનાવણી માટે અરજી સ્વીકારે તો સિદ્ધારમૈયાને રાહત મળશે.

Advertisement

Advertisement

લોકપ્રતિનિધિ કોર્ટમાં શું થશે?

હાઇકોર્ટના આજના આદેશની નકલ આવતીકાલે લોકપ્રતિનિધિ કોર્ટને મળશે. આવતીકાલે અથવા તે પછીના દિવસે જનપ્રતિનિધિ અદાલત મુખ્યમંત્રી સામે કેસ નોંધવાની સૂચના આપી શકે છે. આવી સ્થિતિમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ આ અઠવાડિયાની અંદર FIR પણ દાખલ થઈ શકે છે. આ તપાસ લોકાયુક્ત પોલીસ કરશે કે કર્ણાટક પોલીસની અલગ વિંગને સોંપવામાં આવશે, તે વિચારાધીન કોર્ટ પર નિર્ભર રહેશે. મુખ્યમંત્રીની આશા હવે ડબલ બેન્ચ પર ટકેલી છે. CM કેમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ડબલ બેન્ચમાંથી પણ રાહત નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને ત્યાં સુધી સિદ્ધારમૈયા રાજીનામું આપવાના મૂડમાં નથી.

આ પણ વાંચો:  તિરુપતી મંદિરમાં હવે નવો વિવાદ, પ્રસાદમાં તમાકુ હોવાનો કરાયો દાવો!

Tags :
Advertisement

.

×