કર્ણાટક: ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ફગાવ્યા, કહ્યું- આરોપો ધમકીભર્યા અને પાયાવિહોણા
- કર્ણાટક: ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ફગાવ્યા, કહ્યું- આરોપો ધમકીભર્યા અને પાયાવિહોણા
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ કર્ણાટકમાં લોકસભા ચૂંટણી 2024 અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય અને ધમકીભરી ગણાવી છે. પંચે રાહુલ ગાંધીના બ્લેક એન્ડ વ્હાઇટ દાવાઓનું તથ્યપૂર્ણ રીતે ખંડન કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ હકીકતો દરેક ભારતીયને જાણવી જોઈએ.
આયોગના પ્રવક્તાએ પોતાની વાત સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે કાનૂનનો ઉપયોગ કરવાની જગ્યાએ માત્ર પાયાવિહોણા આરોપ લગાવ્યા જે લોકતંત્રની પ્રક્રિયાની ગરિમાને નબળી બનાવે છે.
1. કર્ણાટક લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાર યાદી અંગે કોંગ્રેસ પાર્ટી (INC) દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)/મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કર્ણાટક સમક્ષ RP એક્ટ 1950ની કલમ 24 હેઠળ એક પણ અપીલ દાખલ કરવામાં આવી ન હતી, જે એક માન્ય કાનૂની ઉપાય હતો.
2. લોકસભા ચૂંટણી 2024 પ્રક્રિયામાં દાખલ કરાયેલી 10 ચૂંટણી અરજીઓમાંથી, કોંગ્રેસના હારેલા ઉમેદવારોમાંથી કોઈએ એક પણ ચૂંટણી અરજી દાખલ કરી ન હતી, જોકે આ RP એક્ટ 1951 ની કલમ 80 હેઠળ ઉપલબ્ધ કાનૂની ઉપાય છે.
3. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને આશ્ચર્ય થાય છે કે CEC સામે આવા પાયાવિહોણા અને ધમકીભર્યા આરોપો કેમ લગાવવામાં આવી રહ્યા છે?
અસલમાં લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે કર્ણાટકમાં 28 માંથી 14 બેઠકો જીતી હતી, જ્યારે શાસક ભાજપ-જેડીએસ ગઠબંધનને 13 બેઠકો મળી હતી. ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસે મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ તાજેતરમાં એક જાહેર નિવેદનમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિશાન સાધ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષપાત થયો હતો અને મતદાર યાદીમાં અનિયમિતતાઓ હતી. પંચે આ નિવેદનોને બ્લેક એન્ડ વ્હાઇટ તથ્યોથી પરે ગણાવ્યા છે.
આ પણ વાંચો-ટ્રમ્પના પાકિસ્તાનના મિત્રતાપૂર્ણ વલણ પછી શું ભારત અને ચીન નજીક આવશે?


