Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka: પત્નીથી કંટાળી પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું! જાણો શું હતો સમગ્ર મામલો

Karnataka: કર્ણાટકમાં એક અજીબ ઘટના સામે આવી છે. કર્ણાટકના ચામરાજનગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીની ઈન્સ્ટાગ્રામ રીલ્સથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો તે તેની પત્નીના ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના...
karnataka  પત્નીથી કંટાળી પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું  જાણો શું હતો સમગ્ર મામલો
Advertisement

Karnataka: કર્ણાટકમાં એક અજીબ ઘટના સામે આવી છે. કર્ણાટકના ચામરાજનગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીની ઈન્સ્ટાગ્રામ રીલ્સથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો તે તેની પત્નીના ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના જુસ્સાથી નારાજ હતો. જેના કારણે તેણે હનુરુ વિસ્તારમાં એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી.

પત્નીની એક હરકત પતિ હતો પરેશાન

પોલીસે આપેલી જાણકારી પ્રમાણે કુલીનું કામ કરતા માણસને તેની પત્ની ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે તે પસંદ નહોતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ પત્નીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી નારાજ હતો. પત્ની આ હરકતથી પતિએ ઘણી વખત વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ પત્નીએ આ વાત પર ધ્યાન ન આપ્યું. તેમ છતાં તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ તેના પતિની ચેતવણીને અવગણી હતી.

Advertisement

પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી

આ ઘટના બાબતે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કારણોસર અનેક વખત પત્ની અને પતિ વચ્ચે ઝઘડાઓ થતા હતાં. જો કે, મામલે વધુ આગળ વધી પડતા પતિને ખુબ જ કંટાળી ગયો અને પછી એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતીં. પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ જેવું કઈ મળ્યું નથી. પરંતુ અત્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતીં.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Richest Beggar: ભારતમાં છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, સંપત્તિ જાણી ચોંકી જશો

Tags :
Advertisement

.

×