Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટક હાઈકોર્ટનો X(Twitter)ને આદેશ: ભારતમાં રહેવું હોય તો કાયદા પાળો

કર્ણાટક હાઈકોર્ટે X (પહેલાં ટ્વિટર) ની અરજી ફગાવીને સ્પષ્ટ કર્યું કે ભારતમાં કાર્યરત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે દેશના કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. જાણો સમગ્ર કેસ.
કર્ણાટક હાઈકોર્ટનો x twitter ને આદેશ  ભારતમાં રહેવું હોય તો કાયદા પાળો
Advertisement
  • કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x ની અરજી ફગાવી (Karnataka High Court X)
  • કેન્દ્ર સરકારના ટેકડાઉન ઓર્ડરને પડકારતી કરી હતી અરજી
  • કર્ણાટક હાઈકોર્ટે કહી દીધુ, ભારતના કાયદાનું પાલન ફરજિયાત

Karnataka High Court X  : કર્ણાટક હાઈકોર્ટે બુધવારે X (પહેલાં ટ્વિટર) દ્વારા કેન્દ્ર સરકારના 'ટેકડાઉન' ઓર્ડરને પડકારતી અરજીને ફગાવી દીધી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં કાર્યરત છે, તેને દેશના કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કેન્દ્ર સરકારે ટ્વિટરને કેટલાક એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ બ્લોક કરવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ ટ્વિટરે આ આદેશોને કોર્ટમાં પડકાર્યા હતા.

અમેરિકન કાયદો ભારતમાં લાગુ ન થાય

ટ્વિટરનો મુખ્ય તર્ક હતો કે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે અને તે અમેરિકન કાયદાઓ મુજબ કામ કરે છે, તેથી ભારતના 'ટેકડાઉન' આદેશો માનવા બંધાયેલ નથી. તેના જવાબમાં સરકારે દલીલ કરી કે ભારતમાં કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે દેશના નિયમો અને કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે. સાથે જ, ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 ફક્ત ભારતીય નાગરિકો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરંટી આપે છે, વિદેશી કંપનીઓ કે બિન-નાગરિકો માટે નહીં.

Advertisement

Twitter vs Indian government

Twitter vs Indian government

Advertisement

નિયમન સમયની જરૂરિયાત: (Karnataka High Court X)

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, સોશિયલ મીડિયાનું નિયમન આજના સમયની તાતી જરૂરિયાત છે અને આ કંપનીઓને કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કામ કરવા દેવામાં ન આવી શકે. કોર્ટે ઉમેર્યું કે, દરેક પ્લેટફોર્મ જે ભારતમાં કામ કરવા માંગે છે, તેને દેશના કાયદાઓ વિશે જાણકારી હોવી જોઈએ.

મીડિયા પ્લેટફોર્મ છૂટ ન લઈ શકે (Karnataka High Court X)

અદાલતે સ્પષ્ટ કર્યું કે, 'ઓનલાઇન અભિવ્યક્તિ' કાયદાની અવગણના અને અરાજકતાનું કારણ બની શકે છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે જેમ જેમ ટેક્નોલોજી વિકસિત થાય છે, તેમ તેમ નિયમો પણ વિકસિત થવા જોઈએ અને 2021ના આઈટી નિયમો માટે એક નવા દૃષ્ટિકોણની જરૂર છે. અદાલતે પોતાના નિર્ણયમાં ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના કાયદાઓથી છૂટછાટ લઈ શકતું નથી અને ભારતીય બજારને કોઈના 'ખેલનું મેદાન' માની શકાય નહીં.

આ પણ વાંચો :  દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, 78 દિવસના બોનસની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×