ભ્રષ્ટાચાર ચરમસીમાએ : 15 હજારનો પગારદાર ક્લાર્ક નીકળ્યો 24 મકાન, 4 પ્લોટ સાથે 30 કરોડની સંપત્તિનો માલિક
- BAND: કર્ણાટકમાં લોકાયુક્તની ટીમના દરોડા
- KRIDLના ભૂતપૂર્વ ક્લાર્ક સામે કાર્યવાહી
- 15 હજાર પગારદાર નીકળ્યો 30 કરોડની સંપત્તિનો માલિક
- 96 અધૂરા પ્રોજેક્ટના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા
- ખોટા દસ્તાવેજ બનાવીને ભંડોળનો કર્યો દુરુપયોગ
Karnataka : દેશમાં ભ્રષ્ટ્રચારની અનેક ફરિયાદો થઈ રહી છે. સામાન્ય તપાસ દરમિયાન સામાન્ય ક્લાર્ક પણ કરોડો રૂપિયાનો માલિક નિકળે છે, ત્યારે કર્ણાટકમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સામાન્ય ક્લાર્ક આશરે 30 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, કર્ણાટકના લોકાયુક્ત તાજેતરમાં કર્ણાટક રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ ક્લાર્ક કાલકપ્પા નિદાગુંડીના ઘર પર દરોડા પાડ્યા. આ કાર્યવાહી તેમની આવક કરતાં ઘણી વધારે સંપત્તિ હોવાની ફરિયાદને આધારે કરવામાં આવી હતી.
આશ્ચર્યજનક રીતે, આ ક્લાર્કનો માસિક પગાર માત્ર ₹15,000 હતો, પરંતુ દરોડામાં ₹30 કરોડથી વધુની બિનહિસાબી સંપત્તિ મળી આવી. તપાસમાં જાણવા મળ્યું કે નિદાગુંડીએ એક એન્જિનિયર સાથે મળીને ₹72 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હતું.
લોકાયુક્તની ટીમે જ્યારે દસ્તાવેજોની ચકાસણી કરી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. નિદાગુંડીએ તેના પરિવારજનો અને સંબંધીઓના નામે 24 જેટલા મકાન, 4 પ્લોટ, 40 એકર ખેતીની જમીન અને મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ખરીદ્યા હતા. દરોડા દરમિયાન, 4 વાહનો, 350 ગ્રામ સોનું અને 1.5 કિલોગ્રામ ચાંદી પણ જપ્ત કરવામાં આવી હતી. આ બધી સંપત્તિ ક્લાર્ક, તેની પત્ની અને ભાઈના નામે નોંધાયેલી હતી.
લોકાયુક્તના અધિકારીઓએ જણાવ્યું કે નિદાગુંડીએ KRIDLના ભૂતપૂર્વ એન્જિનિયર, ઝેડ. એમ. ચિંચોલકર, સાથે મળીને 96 અધૂરા પ્રોજેક્ટ્સના ખોટા દસ્તાવેજો બનાવીને ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ પ્રકારના કૌભાંડો કરનારા સરકારી કર્મચારીઓ સામે લોકાયુક્તની કાર્યવાહી સતત ચાલુ છે.
તાજેતરમાં જ, હસન, ચિક્કાબલ્લાપુર, ચિત્રદુર્ગ અને બેંગલુરુમાં પણ પાંચ સરકારી અધિકારીઓના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલાં, 23 જુલાઈએ, IAS સહિત આઠ અધિકારીઓના 41 સ્થળોએ દરોડા પાડીને ₹37.42 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેશના ટોપ-10 'અપરાધી' રાજ્ય, NCRB રિપોર્ટ 2024માં ગુજરાત ક્યા સ્થાને?


