Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka : ગણેશ વિસર્જન દરમિયાન તણાવની સ્થિતિ, અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો

કર્નાટકના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન અથડામણ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું દુકાનોમાં તોડફોડ કરાઈ અને વાહનો સળગાવવામાં આવ્યા Karnataka : ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ (Ganesh Pandal) માં બનેલી ઘટનાને હજું વધારે સમય પણ થયો નથી અને વધુ એક...
karnataka   ગણેશ વિસર્જન દરમિયાન તણાવની સ્થિતિ  અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો
Advertisement
  • કર્નાટકના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન અથડામણ
  • વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
  • દુકાનોમાં તોડફોડ કરાઈ અને વાહનો સળગાવવામાં આવ્યા

Karnataka : ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ (Ganesh Pandal) માં બનેલી ઘટનાને હજું વધારે સમય પણ થયો નથી અને વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, કર્ણાટક (Karnataka) ના મંડ્યાના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન તણાવની સ્થિતિ ઉભી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં બંને સંપ્રદાયો વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. જેના કારણે પેન્ટની દુકાનો, બાઇક શોરૂમ અને કપડાની દુકાનોમાં આગ લગાવવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને કારણે અનેક દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

કેવી રીતે બની ઘટના?

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી ગઈ. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. કહેવાય છે કે બદરીકોપ્પાલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા. દરમિયાન, નાગમંગલામાં, જ્યારે ગણેશ વિસર્જન સરઘસ એક મસ્જિદ નજીકના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મસ્જિદ નજીકથી શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો.

Advertisement

Advertisement

દુકાનોમાં તોડફોડ, વાહનો સળગાવ્યા

પથ્થરમારો બાદ પરિસ્થિતિ ધીમે ધીમે વણસવા લાગી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી વધારાના દળોને બોલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં

ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના બાદ લોકોના એક જૂથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. દરમિયાન જિલ્લામાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. હજુ પણ વિસ્તારમાં તણાવ યથાવત છે.

સુરતમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતમાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારમાં રોષે ભરાયેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ મામલામાં પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરીને 6 લોકોની ધરપકડ કરી હતી અને આ સિવાય અન્ય 27 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે હિંસા ભડકાવી હતી.

આ પણ વાંચો:  Surat: ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેકાયાઃ સૂત્ર

Tags :
Advertisement

.

×