Kathua Cloudburst : કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટતા 4 ના મોત, 6 ઘાયલ
- Kathua Cloudburst,
- કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટતા 4 ના મોત, 6 ઘાયલ
- જમ્મુ-કાશ્મીરના વધુ એક જિલ્લા કઠુઆમાં કુદરતે કહેર વર્તાવ્યો
- રાજબાગના જોધ ઘાટી ગામમાં વાદળ ફાટવાથી સંપર્ક કપાયો
Kathua Cloudburst : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ બાદ હવે કઠુઆ જિલ્લા પર કુદરતી કહેર વરસ્યો છે. ગત મોડી રાત્રે વાદળ ફાટવાથી આખું એક ગામ તબાહ થઈ ગયું હતું. આ વિનાશમાં 4 લોકોના મોત થયા જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કઠુઆ જિલ્લાના રાજબાગના જોધ ઘાટી ગામમાં વાદળ ફાટવાથી ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.
Kathua Cloudburst બાદ SDRF દ્વારા બચાવ કાર્ય શરુ
કિશ્તવાડ બાદ કઠુઆ જિલ્લાના રાજબાગના જોધ ઘાટી ગામમાં વાદળ ફાટવાથી ગામનો રસ્તો બંધ થઈ ગયો છે. આ દુર્ઘટનામાં ભારે નુકસાન થયું છે. ઘણી મહેનત પછી પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક સ્વયંસેવકો સાથે બચાવ કાર્ય શરૂ કર્યુ. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 6 અન્ય લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં મોકલી અપાયા છે. કઠુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બાગર અને ચાંગડા ગામો અને લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દિલવાન-હુટલીમાં પણ ભૂસ્ખલન થયું છે.
Kathua Cloudburst War Gujarat First-17-08-2025-
સલામત સ્થળાંતરણ માટે અપીલ કરાઈ
કઠુઆ જિલ્લાના રાજબાગના જોધ ઘાટી ગામમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોટાભાગના જળાશયોનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે અને ઉઝ નદી ભયના નિશાનની નજીક વહી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને તેમની સલામતી માટે જળાશયોથી દૂર રહેવા વિનંતી કરી છે. જોધ ઘાટી, ચંદરહ ભેડ, બગરા જંગલોમાં વાદળ ફાટતા અનેક ગામનોનો સંપર્ક કપાયો છે. રેલવે ટ્રેક અને પોલીસ મથક પાણીમાં ગરકાવ થયા છે. કાટમાળ ધસી આવતા જમ્મુ-પઠાણકોટ હાઈવે બંધ થતાં ટ્રાફિક ખોરવાયો છે.
VIDEO | Kathua: At least 4 dead and 6 injured after a cloudburst struck Jod Ghati village in Rajbagh during the intervening night of Saturday and Sunday.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zBCZb3LUtt
— Press Trust of India (@PTI_News) August 17, 2025
આ પણ વાંચોઃ Shubhanshu Shukla નું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું, મુખ્યમંત્રી રેખા ગુપ્તા રહ્યા ઉપસ્થિત
ઉત્તરાખંડના ચમોલીમાં પણ કુદરતી કહેર
ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના ઘટી છે. ચમોલીમાં ગૌચર, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક ભૂસ્ખલન થતાં હાઈવે બંધ થયો છે. બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થતાં અનેક વાહનો અટવાયા છે. માર્ગને ખુલ્લો કરવા માટે વહીવટી તંત્રની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે આ વિસ્તારોમાં ટ્રાફિક અને યાત્રીઓની અવરજવર પર અસર પડી છે. અધિકારીઓએ જણાવ્યું કે, રસ્તો શક્ય તેટલી ઝડપથી ખુલ્લો કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં આફતનો વરસાદ
અનેક જગ્યાએ આકસ્મિક પૂરથી ભારે તારાજી
ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે થયો બંધ
પનારસા, ટાકોલી અને નાગવૈનમાં આવ્યું પૂર
સદનસીબે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ નહીં
હાઈવે બંધ થતાં બંને તરફ વાહનવ્યહાર ઠપ્પ#himachalpradesh #HeavyRainfall #MandiFloods… pic.twitter.com/YqxyHWs6N5— Gujarat First (@GujaratFirst) August 17, 2025
Kathua Cloudburst War Gujarat First-17-08-2025--
આ પણ વાંચોઃ Rahul Gandhi આજે બિહારમાં મતદાર અધિકાર યાત્રા શરુ કરશે


