Kawad Yatra 2025 : આજથી શરુ થઈ રહી છે પવિત્ર કાવડ યાત્રા, જાણો કયા દિવસે ગંગાજળનો અભિષેક કરાશે
- આજથી પવિત્ર Kawad Yatra ની શરૂઆત થઈ રહી છે
- ઉત્તરાખંડ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ
- હરિદ્વારમાં તમામ દારૂની દુકાનોને પડદાથી ઢાંકવામાં આવી
- 600થી વધુ આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરાયા
- 20થી વધુ મોબાઈલ ટીમો પણ સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરશે
Kawad Yatra 2025 : અતિ પવિત્ર ગણાતી એવી કાવડ યાત્રા (Kawad Yatra) આજથી શરુ થઈ રહી છે. આજથી શરુ થતી કાવડ યાત્રા 23 જુલાઈ 2025 સુધી ચાલવાની છે. 23મી જુલાઈએ ભકતો શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરશે ત્યારે કાવડ યાત્રા પૂર્ણ થશે. ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા માટે ખાસ તૈયારીઓ કરી છે. કુલ 600થી વધુ આરોગ્ય કર્મચારીઓ કાવડ યાત્રામાં તૈનાત રહેશે. જ્યારે 20થી વધુ મોબાઈલ ટીમો પણ સમગ્ર રુટ પર નિરીક્ષણ કરતી જોવા મળશે.
ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ
દેશની પવિત્ર ગણાતી એવી કાવડ યાત્રા (Kawad Yatra) આજથી શરુ થઈ રહી છે. ભક્તો હરિદ્વાર, ગંગોત્રી, ગૌમુખ, સુલતાનગંજ જેવા પવિત્ર સ્થળોએથી ગંગાજળ લાવે છે. ભકતો 23મી જુલાઈએ ભગવાન શિવ પર ગંગાજળનો અભિષેક કરશે. આ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે ભારે તૈયારીઓ કરી છે. આ યાત્રા દરમિયાન 20થી વધુ મોબાઈલ ટીમો પણ સમગ્ર રુટ પર નિરીક્ષણ કરતી જોવા મળશે. કુલ 600થી વધુ આરોગ્ય કર્મચારીઓ કાવડ યાત્રામાં તૈનાત રહેશે. ઉત્તરાખંડ સરકારે ખાનગી હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. હૈદરાબાદમાં દારુની દુકાનો પર પડદા લગાવી દેવાના આદેશ કરી દેવાયા છે.
Prayagraj, Uttar Pradesh: Kanwar Yatra began today from ancient Shiva temples after Purnima. Devotees gather at Prayagraj’s Dashashwamedh Ghat to collect Ganga water, believed to fulfill wishes. The UP government ensures smooth arrangements as pilgrims head to sacred shrines like… pic.twitter.com/It00ZTy4Gs
— IANS (@ians_india) July 11, 2025
આ પણ વાંચોઃ Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા, બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
કાવડ યાત્રાનું માહાત્મ્ય
કાવડ યાત્રા એ ભગવાન શિવના મહિમા સાથે સંકળાયેલી એક પ્રાચીન પ્રથા છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસરને શાંત કરવા માટે દેવતાઓએ શિવને ગંગાજળ અર્પણ કર્યુ ત્યારે આ યાત્રા શરૂ થઈ હતી. દંતકથા અનુસાર ભગવાન પરશુરામ અને રાવણને પ્રથમ કાવડિયા માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ યાત્રા પાપોનો નાશ કરે છે, ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે. તેને આત્મશુદ્ધિ અને સંયમનું પ્રતીક પણ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Monsoon 2025 : પંજાબ-હરિયાણા-ઓડિશા સહિતના રાજ્યોને વરસાદ આજે ઘમરોળશે


