Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala beef controversy: બેંક મેનેજરે કેન્ટિનમાં બીફ ખાવાનો પ્રતિબંધ મુક્યો, કર્મચારીઓએ પાર્ટી કરી

કેરળના કોચીમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો ( Kerala beef controversy) બેંક મેનેજરે કેન્ટિનમાં બીફ પીરસવાનો કર્યો ઈન્કાર બેંકના નારાજ કર્મચારીઓએ ઓફિસ બાહર જ કર્યું પાર્ટીનું આયોજન બેંક મેનેજર સામે માનસિક ત્રાસની પણ ઉઠી છે અનેક ફરિયાદ Kerala beef controversy...
kerala beef controversy  બેંક મેનેજરે કેન્ટિનમાં બીફ ખાવાનો પ્રતિબંધ મુક્યો  કર્મચારીઓએ પાર્ટી કરી
Advertisement
  • કેરળના કોચીમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો ( Kerala beef controversy)
  • બેંક મેનેજરે કેન્ટિનમાં બીફ પીરસવાનો કર્યો ઈન્કાર
  • બેંકના નારાજ કર્મચારીઓએ ઓફિસ બાહર જ કર્યું પાર્ટીનું આયોજન
  • બેંક મેનેજર સામે માનસિક ત્રાસની પણ ઉઠી છે અનેક ફરિયાદ

Kerala beef controversy : કેરળના કોચીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં  કેનેરા બેંક મેનેજરે કેન્ટીનમાં ગૌમાંસ પીરસવાનો ઇનકાર કર્યો હતો. તેના વિરોધમાં બેંક કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી અને ઓફિસની બહાર જ ગૌમાંસ અને પરોટા પાર્ટીનું આયોજન કર્યું.

કર્મચારીઓના વિરોધને નવો વળાંક મળ્યો

ખરેખર, બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) ના સભ્યો પહેલાથી જ મેનેજરના કથિત માનસિક ત્રાસ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ જ્યારે મેનેજરે કેન્ટીન સ્ટાફને ગૌમાંસ પીરસવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમના વિરોધને એક નવો અને મોટો મુદ્દો મળ્યો. મેનેજર મૂળ બિહારના છે અને તાજેતરમાં કોચી શાખામાં નિયુક્ત થયા હતા.

Advertisement

Kochi bank protest

Kochi bank protest

Advertisement

રાજકારણીઓએ પણ ટેકો આપ્યો (Kerala beef controversy)

કર્મચારીઓના આ વિરોધને કેટલાક રાજકારણીઓએ પણ ટેકો આપ્યો હતો. ડાબેરી સમર્થિત સ્વતંત્ર ધારાસભ્ય કેટી જલીલે ફેસબુક પર એક પોસ્ટમાં આ પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે લખ્યું, "શું પહેરવું, શું ખાવું, શું વિચારવું, કોઈ પણ વરિષ્ઠ આ નક્કી કરશે નહીં. આપણી જમીન લાલ છે અને આ જમીનનું હૃદય લાલ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેરળમાં કોઈપણ પ્રકારના સંઘ પરિવારના એજન્ડાને મંજૂરી આપવામાં આવશે નહીં.

"ખાવું એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે" (Kerala beef controversy)

બેંક ફેડરેશનના નેતા એસએસ અનિલે કહ્યું કે બેંક બંધારણ અનુસાર ચાલે છે, અને ખાવાનું એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. "અમે કોઈને પણ ગૌમાંસ ખાવા માટે દબાણ કરી રહ્યા નથી. આ વિરોધ કરવાનો અમારો રસ્તો છે, કારણ કે ભારતમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ખોરાક ખાવાનો અધિકાર છે," તેમણે કહ્યું.

આ પણ વાંચો : Jagdeep Dhankhar Pension: જાણો જગદીપ ધનખરને પેન્શન સાથે કઈ સુવિધાઓ મળશે?

Tags :
Advertisement

.

×