'ખડગેજી વોટ માટે પરિવારને ભૂલી ગયા, તેઓ સત્ય નથી કહેતા કારણ કે..!' CM યોગીનો વળતો જવાબ
- યોગીનો ખડગે પર વળતો પ્રહાર: "રાષ્ટ્ર પ્રથમ, તુષ્ટિકરણ નહિ"
- ખડગે પોતાના પરિવાર પર થયેલા અત્યાચારને ભૂલી ગયા છે : યોગી
- યોગીએ લવ જેહાદ અને જમીન જેહાદ પર ચેતવણી આપી
CM Yogi's reply : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદનનો પ્રતિકાર કર્યો છે. યોગીએ ખડગેના શબ્દોને ટાંકી વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, ‘યોગી માટે રાષ્ટ્ર પ્રથમ પ્રાથમિકતા છે,’ અને પોતાના માટે રાષ્ટ્રને આગળ મૂકી નમ્રતાથી જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતા માટે તેઓ સમર્પિત છે. યોગી (Yogi) એ આ નિવેદન અમરાવતીના અચલપુરમાં યોજાયેલી એક રેલીમાં આપ્યું હતું, જ્યાં તેમણે ખડગેને પોતાને આતંકવાદી સાથે સરખાવતા પર વળતો પ્રહાર કર્યો હતો.
તુષ્ટિકરણની રાજનીતિ પર યોગીની ટીકા
CM યોગીએ ખડગે પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભૂલી ગયા છે કે તેમના પરિવાર પર જે થયું હતું તે ભૂલી ચુક્યા છે. તેમણે કહ્યું, 'ખડગેના પૈતૃક ગામમાં જ્યારે આગની ઘટના બની ત્યા તેમણે પોતાની માતા, બહેન અને આંટીને ગુમાવી દીધા હતા. ખડગે જી સત્ય નથી કહેતા કારણ કે તેઓ જાણે છે કે જો તેઓ નિઝામ પર આરોપ લગાવશે તો મુસ્લિમ મતો સરકી જશે. વોટબેંક ખાતર તેઓ પોતાના પરિવાર પર થયેલા અત્યાચારને પણ ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે, આજે તેઓ મારા પર પણ આવા હુમલા કરી રહ્યા છે, પરંતુ વોટ બેંક ખાતર પોતાના પરિવાર પર થયેલા અત્યાચારને ભૂલી ગયા છે.
મુસ્લિમ મતદાનની રક્ષણ પદ્ધતિને વળગી રહેતા ખડગે
યોગી આદિત્યનાથે કહ્યું કે ખડગે મુસ્લિમ મતદાન ગુમાવવાના ડરે પોતાના પરિવાર પર થયેલા દુઃખો વિશે નિષ્ઠાપૂર્વક સત્ય નથી જણાવી રહ્યા. યોગીનું માનવું છે કે ખડગે ગમે તે વાતોમાં પણ નિઝામ પર આરોપ મૂકતા ખચકાય છે કારણ કે તેમને ડર છે કે આ વોટ બેંક ખસી જશે. ખડગે માટે વોટનું મહત્વ વધુ છે અને તેથી તે તેમના પોતાના પરિવાર સાથે થયેલા અન્યાયને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
#WATCH | Amravati, Maharashtra: Addressing a public meeting in Achalpur, UP CM Yogi Adityanath says, "If we are divided, then Ganapati pooja would be attacked, lands would be grabbed under Land Jihad, safety of daughters would be in danger... There is no Love Jihad or Land Jihad… pic.twitter.com/7ZtriWKmWm
— ANI (@ANI) November 12, 2024
લવ જેહાદ અને જમીન જેહાદ મુદ્દે ચેતવણી
ઉત્તર પ્રદેશના લવ જેહાદ અને જમીન જેહાદ જેવા મુદ્દાઓને મજબૂત કટાક્ષ આપીને કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જે કોઈ દીકરીઓની સુરક્ષા માટે ખતરો ઊભો કરે અથવા સરકારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરે, તે સામે કડક પગલાં લેવાશે. યોગી આદિત્યનાથે આ પ્રકારની પ્રવૃત્તિઓના વધતા ખતરાને દૂર કરવા રાજ્યમાં નવા નિયમો અને નીતિ સુધારાઓ અમલમાં મૂક્યા છે. તેમણે તે પણ કહ્યું કે, જે પણ દીકરીઓની સુરક્ષા માટે જોખમ ઉભું કરે અને સરકારી જમીન પર કબજો કરે તો સમજી લેવું કે યમરાજ તેની ટિકિટ કાપવા માટે તૈયાર છે. એક સમય હતો જ્યારે યુપીમાં માફિયાઓનું શાસન હતું અને પહેલાની સરકાર તેમની સુરક્ષા કરતી હતી. પરંતુ હવે તેઓ બધા નરકના માર્ગે છે.
ખડગેએ શું કહ્યું હતું?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડની છતરપુર વિધાનસભા બેઠક માટે આયોજિત ચૂંટણી રેલીમાં PM નરેન્દ્ર મોદી, UPના CM યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM હિમંત બિસ્વા સરમા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ખડગેએ CM યોગી આદિત્યનાથને પણ નિશાન બનાવતા કહ્યું કે, યોગી પોતાની છબી સંન્યાસી તરીકે બતાવે છે, પરંતુ જનતા વચ્ચે વિખવાદજનક ભાષા ઉપયોગમાં લે છે. ખડગેએ 'બટેગે તો કટેગે' શબ્દોને આતંકવાદી શબ્દો તરીકે વર્ણવતા કહ્યું કે, સાચા સંત કે ઋષિની આ રીત ન હોવી જોઈએ. ખડગેએ આક્ષેપ કર્યો કે યોગી માત્ર વડાપ્રધાનની સાથે મળી લોકતંત્રના મૂલ્યોને આઘાત પહોંચાડવા માટે એવું વર્તન કરી રહ્યા છે. યોગી પર નિશાન સાધતા ખડગેએ પૂછ્યું કે શું તેઓ વડાપ્રધાનની જેમ જૂઠું બોલવા માટે ભગવા કપડાં પહેરે છે? ઋષિઓ તો દયાળુ હોય છે.
આ પણ વાંચો: ભાજપના 'બટેગે તો કટેગે' સુત્ર પર ખડગેએ કહ્યું, આ આતંકીઓની ભાષા


