ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુસ્લિમ અનામત પર સંસદમાં જોરદાર હોબાળો થયો, કિરણ રિજ્જુ અને જે. પી. નડ્ડાએ કોંગ્રેસની જાટકણી કાઢી

કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ દ્વારા ગૃહમાં આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો.
01:53 PM Mar 24, 2025 IST | Hardik Prajapati
કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ દ્વારા ગૃહમાં આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો.
J. P. Nadda took a dig at Congress Gujarat First

New Delhi: કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ બંધારણની રક્ષા બંધ કરોનો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ દ્વારા ગૃહમાં આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો.

કોંગ્રેસે ડો. આંબેડકર સાહેબે બનાવેલ બંધારણના કટકા કર્યા- નડ્ડા

ભારતના બંધારણ સંદર્ભે કોંગ્રેસે જે નિવેદનો કર્યા છે. તેના પર જે. પી. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસે બાબા સાહેબે બનાવેલ બંધારણના કટકા કરી નાખ્યા. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે દક્ષિણમાં કોંગ્રેસ સરકારે કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત માટેનું બિલ પસાર કર્યું છે. નડ્ડાએ ડેપ્યુટી સીએમના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ ગંભીર બાબત છે.

આ પણ વાંચોઃ  નીતિન ગડકરીનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન! કહ્યું - નેતાઓએ ઉભો કર્યો જાતિવાદ

કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યુ છે- રિજ્જુ

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેમની બેઠક પરથી ઉભા થઈને કહ્યું કે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા તરફ ગૃહનું ધ્યાન દોરવા માંગુ છું. સંસદીય કાર્ય મંત્રીના જવાબમાં કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત માટેનું બિલ પસાર કર્યું છે. ત્યાંના ડેપ્યુટી સીએમ (કર્ણાટક)એ ગૃહમાં કહ્યું છે કે જો જરૂર પડશે તો અમે આ માટે બંધારણમાં ફેરફાર કરીશું. સાથે જ કિરણ રિજિજુએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યુ છે.

આ ઘટના બાદ સદનમાં હોબાળો મચી ગયો. જેના લીધે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  RSS leader : ઔરંગઝેબ વિવાદ પર RSS ની સ્પષ્ટ વાત,કહી આ મોટી વાત

Tags :
Baba SahebCongressConstitutionConstitution AmendmentDeputy CM of Karnatakadr.ambedkarGujarat FirstGUJARAT FIRST NEWSJ.P.NaddaKarnataka government contractskiren rijijuMuslim reservationreservation billUproar in Parliament
Next Article