Kishtwar Cloudburst : જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃતાંક 50ને પાર, 300 થી વધુ ઘાયલ
- Kishtwar Cloudburst માં વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃતાંક 50ને પાર
- આ ભયાનક વિનાશમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે J&K CM અબ્દુલ્લાને મદદની ખાતરી આપી
Kishtwar Cloudburst : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા (Kishtwar Cloudburst) ની દુર્ઘટના ઘટી હતી. કિશ્તવાડના દૂરના પહાડી ગામ ચાશોટીમાં વાદળ ફાટવાથી હડકંપ મચી ગયો હતો. કિશ્તવાડમાં જ્યાં માચૈલ માતા મંદિર (Machail Mata Temple) જવાનો રસ્તો છે ત્યાં જ વાદળ ફાટતા મોટી આફત સર્જાઈ હતી. ચાશોટી ગામમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી પણ શકે છે. મૃતકોમાં 2 CISF જવાનો પણ સામેલ છે, જ્યારે ઘણા હજુ પણ અનેક લોકો ફસાયેલા છે. કાટમાળમાંથી ઘાયલોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
કિશ્તવાડમાં જ્યાં માચૈલ માતા મંદિર (Machail Mata Temple) જવાનો રસ્તો છે ત્યાં જ વાદળ ફાટતા મોટી આફત સર્જાઈ હતી. અકસ્માત સમયે, મોટી સંખ્યામાં લોકો માચૈલ માતા યાત્રા માટે એકઠા થયા હતા. 9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચૈલ માતા મંદિર સુધી પહોંચવા માટે, શ્રદ્ધાળુઓ વાહન દ્વારા ચાશોટી ગામ પહોંચી શકે છે. ત્યારબાદ તેમને 8.5 કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. કેટલાક લોકો કહે છે કે વાદળ ફાટ્યું ત્યારે ગામમાં સેંકડો શ્રદ્ધાળુઓ હાજર હતા. ચાશોટી ગામ કિશ્તવાડ શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર છે. અહીં શ્રદ્ધાળુઓ માટે લગાડવામાં આવેલ લંગર સમયે આ કુદરતી કહેર વર્તાયો હતો. જેથી સેંકડો શ્રદ્ધાળુઓ કાટમાળમાં ફસાઈ ગયા. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને દુકાનો અને સુરક્ષા ચોકી સહિત ઘણી ઈમારતો ધોવાઈ ગઈ.
Kishtwar Cloudburst Gujarat First-15-08-2025-
આ પણ વાંચોઃ Independence Day 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી 12મી વાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે
યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત કાર્ય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Omar Abdulla) સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. અમિત શાહે કહ્યું કે, NDRF ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, બચાવ કામગીરી માટે જમ્મુ અને કાશ્મીરની અંદર અને બહારથી સંસાધનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં શ્રી માચૈલ યાત્રા આગામી સૂચના સુધી મુલતવી રાખવામાં આવી છે. ડઝનબંધ ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે, પરંતુ ઉબડખાબડ ભૂપ્રદેશ અને સતત વરસાદ કામગીરીને પડકારજનક બનાવી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે.
#cloudburst in Kishtwar: Death toll crosses to 50; over 150 still missing.
Here's the first report from ground
Report by Syed Imran~TK pic.twitter.com/g81c4kx7Rt
— The Kashmiriyat (@TheKashmiriyat) August 14, 2025
Kishtwar Cloudburst Gujarat First-15-08-2025--
આ પણ વાંચોઃ Independence Day 2025 : વડાપ્રધાન મોદીએ 12મી વખત લાલ કિલ્લા પરથી કર્યુ સૂચક સંબોધન


