Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata Doctor Murder Case : દોષિત સંજય રોયને કોર્ટે સંભળાવી આજીવન કેદ

Kolkata Doctor Murder Case : કોલકાતાના ટ્રેઇની ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે 18 જાન્યુઆરીએ આરજી કર દુષ્કર્મ-હત્યા કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા અને સોમવારે તેમની સામે સજાની જાહેરાત કરી હતી.
kolkata doctor murder case   દોષિત સંજય રોયને કોર્ટે સંભળાવી આજીવન કેદ
Advertisement
  • કોલકાતામાં મહિલા ડોક્ટર પર રેપ-મર્ડર કેસ
  • દોષિત સંજય રોયને કોર્ટે સંભળાવી આજીવન કેદ
  • સિયાલદાહ કોર્ટમાં સજા અંગે સુનાવણી કરાઈ
  • 9 ઓગસ્ટે આરજી કર હોસ્પિટલમાં બની હતી ઘટના
  • 10 ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી
  • ઘટના અંગે દેશભરમાં ફેલાયો હતો જનાઆક્રોશ

Kolkata Doctor Murder Case : કોલકાતાના ટ્રેઇની ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે 18 જાન્યુઆરીએ આરજી કર દુષ્કર્મ-હત્યા કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા અને સોમવારે તેમની સામે સજાની જાહેરાત કરી હતી. કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. તપાસ એજન્સી CBI ના વકીલે કોર્ટ પાસે મૃત્યુદંડની માંગણી કરી હતી.

સંજય રોયને દોષિત ઠેરવતા ન્યાયાધીશે શું કહ્યું ?

કોલકાતા ઘટનાની તપાસ કરી રહેલી CBI એ કોર્ટ પાસે માંગ કરી હતી કે ગુનેગાર સંજય રોયને મૃત્યુદંડની સજા આપવામાં આવે. કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ CBI દ્વારા ચલાવવામાં આવતા સમગ્ર દેશ હચમચી ગયો છે. જણાવી દઇએ કે, આરજી કર દુષ્કર્મ-હત્યા કેસની સુનાવણી દરમિયાન, સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશે દોષિત સંજય રોયને કહ્યું કે, મેં તમને ગયા દિવસે કહ્યું હતું કે તમારા પર કયા આરોપો મૂકવામાં આવ્યા છે અને તમારા પર કયા આરોપો સાબિત થયા છે.

Advertisement

Advertisement

દોષિત સંજયે ન્યાયાધીશને શું કહ્યું?

આ અંગે આરોપી સંજયે ન્યાયાધીશને કહ્યું કે મેં કંઈ કર્યું નથી, ન તો દુષ્કર્મ કે ન તો હત્યા. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તમે બધું જોયું છે. હું નિર્દોષ છું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમણે મને જ્યા લાગ્યું ત્યા સહી કરાવડાવી.

કોલકાતાની ઘટના પર CM મમતા બેનર્જીએ શું કહ્યું?

કોલકાતાની ઘટના અંગે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું કે, અમે તપાસમાં સહયોગ આપ્યો છે. અમે ન્યાયની માંગણી કરી હતી, પરંતુ ન્યાયતંત્રને તેનું કામ કરવું પડ્યું, તેથી તેમાં આટલો સમય લાગ્યો. અમે હંમેશા ઇચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે.

આ પણ વાંચો :  Kolkata Doctor Murder Case : મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને કોર્ટે દોષિત ઠેરવ્યો

Tags :
Advertisement

.

×