Kolkata : સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલ લો કોલેજની વિદ્યાર્થીનીના મેડિકલ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
- સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલ લો કોલેજની વિદ્યાર્થીનીનો મેડિકલ રિપોર્ટ આવ્યો
- રિપોર્ટ પરથી પીડિતાએ કરેલ ફરિયાદને સમર્થન મળી રહ્યું છે
- આ સમગ્ર મામલે કસ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
Kolkata : કસ્બા વિસ્તારની લો કોલેજ (Kasba Law College) ની એક વિદ્યાર્થીની સામુહિક દુષ્કર્મનો ભોગ બની હતી. યુવતીએ કસ્બા પોલીસ સ્ટેશન (Kasba Police Station) માં આ ગુના મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીને તબીબી તપાસ માટે મોકલી આપી હતી. હવે તબીબી તપાસ બાદ આવેલા મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પીડિતાએ કરેલ ફરિયાદને સમર્થન મળ્યું છે. મેડિકલ રિપોર્ટ અનુસાર પીડિતા સાથે બળજબરી થઈ છે, તેના શરીર પર બટકા ભરવામાં આવ્યા છે અને નખ દ્વારા ઉઝરડા માર્યા હોવાનું સામે આવ્યું છે.
શું કહે છે અધિકારીઓ ?
મેડિકલ તપાસ બાદ પોલીસના અગ્રણી કર્મચારી સૌરિન ઘોષાલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કહ્યું કે, પીડિતાની ફરિયાદ કસ્બા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મિશ્રા પોતે ફોજદારી કેસોમાં વકીલ છે. તેણે પીડિતા પર બળાત્કાર કર્યો હતો જ્યારે અન્ય 2 આરોપીઓએ રૂમની બહાર ચોકી રાખી હતી. સામુહિક દુષ્કર્મ કેસમાં સામેલ તમામ આરોપીઓને જવાબદાર ઠેરવવામાં આવશે, ભલે તે બધાએ દુષ્કર્મ ન કર્યુ હોય. પોલીસે ફરિયાદના 12 કલાકની અંદર મોનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી નામક 3 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Shefali Jariwala Passed Away : 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ
બંગાળનું રાજકારણ ગરમાયું
સામુહિક દુષ્કર્મની આ ઘટનાથી પશ્ચિમ બંગાળમાં ભારે હોબાળો મચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય વિવાદ પણ શરૂ થયો છે. ટીએમસીના મંત્રી શશી પાંજાએ કહ્યું કે, પોલીસે ફરિયાદના 12 કલાકની અંદર 3 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી કે કેસમાં ન્યાય થશે અને વધુ તપાસ ચાલુ છે. જ્યારે ભાજપના પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજુમદારે આક્ષેપ કર્યો છે કે, સામુહિક દુષ્કર્મની ઘટના દર્શાવે છે કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓ સુરક્ષિત નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળેલી છે.
આ પણ વાંચોઃ Maharashtra પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો


