પુરાવાના અભાવ, કબૂલાત ઉપર ઉભા થયા પ્રશ્ન, માલેગાંવ કેસમાં આરોપીઓને છોડતી વખતે કોર્ટે શું-શું કહ્યું?
- પુરાવાના અભાવ, કબૂલાત ઉપર ઉભા થયા પ્રશ્ન, માલેગાંવ કેસમાં આરોપીઓને છોડતી વખતે કોર્ટે શું-શું કહ્યું?
મહારાષ્ટ્રના માલેગાંવમાં 2007માં થયેલા બોમ્બ બ્લાસ્ટના કેસમાં 17 વર્ષ પછી મોટો નિર્ણય આવ્યો છે. મુંબઈની એક વિશેષ અદાલતે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકૂર, લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત સહિત બધા સાતેય આરોપીઓ વિરૂદ્ધ પુરાવા મળ્યા નથી.
તે સાબિત થઈ શક્યું નથી કે બાઈક સાધ્વી પ્રજ્ઞાનું હતુ અને ના તપાસ એજન્સી પુરાવા આપી શકી છે કે લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત જ RDX લાવ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞા માટે કોર્ટે શું કહ્યું?
વિશેષ ન્યાયાધીશ એ.કે. લાહોટીએ ગુરૂવારે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ ભલે જ ગંભીર આશંકા હોય પરંતુ તે તેમને દોષીત ઠેરવવા માટે પર્યાપ્ત નથી. મહારાષ્ટ્રી એન્ટી ટેરિરિઝ્મ સ્ક્વોર્ડે પોતાની તપાસમાં દાવો કર્યો કે, બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલા એલએમએલ ફ્રિડમ બાઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકૂરની હતી.
NIA કોર્ટે ફરિયાદ પક્ષના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે બાઇક ખરેખર પ્રજ્ઞા ઠાકુરની હતી તે સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. કોર્ટે કહ્યું, "ફોરેન્સિક તપાસમાં ટુ-વ્હીલરના ચેસિસ નંબરની સંપૂર્ણ વિગતો મળી શકી નથી, તેથી તે સાબિત થઈ શક્યું નથી કે બાઇક ખરેખર તેની જ હતી."
લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત પર કોર્ટે શું કહ્યું?
કોર્ટે લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતને પણ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે, તેમના વિરૂદ્ધ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે તેમને જ કાશ્મીરથી આરડીએક્સ મંગાવ્યું અને બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષે દાવો પણ કર્યો કે, એક ઉગ્રવાદી હિન્દૂ સંગઠન અભિનવ ભારત, જેમાં પુરોહિત સભ્ય હતા, ને આને બ્લાસ્ટનું કાવતરૂં રચ્યું હતું.
કોર્ટે તે દાવાને પણ ફગાવી દીધો અને કહ્યું કે, તે વાતનો કોઈ પુરાવો નથી કે અભિનવ ભારત કોઈ આતંકી ગતિવિધિમાં સામેલ છે. જોકે, કોર્ટે માન્યુ કે પુરોહિત અને એક અન્ય આરોપી અજય રહીરકર વચ્ચે નાણાકીય લેવડ-દેવડ થઈ હતી અને બંને અભિનવ ભારતના પદાધિકારી હતા. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે પૈસા પુરોહિતે પોતાના ઘરના નિર્માણ અને એલઆઈસી પોલિસી માટે ઉપયોગ કર્યો, ના કે કોઈ આતંકવાદી ગતિવિધિ માટે..
ન્યાયાધીશ બદલાયા, સુનાવણી અટકી ગઈ... કેસ લંબાયો
પીડિત અને આરોપી બંને સંમત થયા કે ન્યાયાધીશોની વારંવાર બદલીઓથી ટ્રાયલ વિલંબિત થઈ. આરોપી સમીર કુલકર્ણીએ તો એમ પણ કહ્યું કે તે ભારતમાં સૌથી લાંબી ટ્રાયલોમાંની એક હતી. તેમણે બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષ બંને પર કેસનો સમયસર નિકાલ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. કુલકર્ણીએ ટ્રાયલ ઝડપી બનાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી.
પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શાહિદ નદીમે પણ સ્વીકાર્યું કે કેસના રેકોર્ડ એટલા મોટા હતા કે દર વખતે નવા ન્યાયાધીશે ટ્રાયલ શરૂઆતથી શરૂ કરી, જેના કારણે સતત વિલંબ થતો હતો. કેસની અધ્યક્ષતા કરનારા પ્રથમ ન્યાયાધીશ સ્પેશિયલ જજ વાય.ડી. શિંદે હતા. તેમણે આરોપીઓની પ્રારંભિક રિમાન્ડ પ્રક્રિયા સંભાળી, જેમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્યનો સમાવેશ થાય છે.
આ પાંચ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી
જસ્ટિસ વાય.ડી. શિંદે (2008 - 2015): પ્રથમ સ્પેશિયલ જજ શિંદેએ પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત અને અન્ય આરોપીઓના રિમાન્ડનું નિરીક્ષણ કર્યું. એક ઐતિહાસિક નિર્ણયમાં તેમણે MCOCA કલમો રદ કરી કારણ કે તેમણે કહ્યું હતું કે આરોપીઓ સામે એક કરતાં વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી, જે MCOCA લાગુ કરવા માટેની કાનૂની શરત હતી. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
જસ્ટિસ એસ.ડી. ટેકાલે: ટેકાલેએ પ્રજ્ઞા ઠાકુરને ક્લીનચીટ આપવાની NIAની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની સામે કેસ ચલાવવા માટે પ્રથમ દૃષ્ટિએ પુરાવા છે.
જસ્ટિસ વી.એસ. પડલકર: તેમણે ઓક્ટોબર 2018 માં આરોપો ઘડ્યા અને ઔપચારિક રીતે ટ્રાયલ શરૂ કરી. તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ સાક્ષીએ પણ જુબાની આપી હતી.
જસ્ટિસ પી.આર. સિત્રે: કોવિડ-19 રોગચાળા છતાં તેમણે 100 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરી. જ્યારે તેમની બદલી થવાની હતી, ત્યારે પીડિતોએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ટ્રાન્સફર પર રોક લગાવવાની માંગ કરી હતી જેથી કોઈ વિલંબ ન થાય.
જસ્ટિસ એ.કે. લાહોટી: તેમણે જૂન 2022 માં કેસનો હવાલો સંભાળ્યો. એપ્રિલ 2025 માં જ્યારે તેમને નાસિક ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, ત્યારે પીડિતોએ ફરીથી હાઈકોર્ટ પાસે માંગ કરી કે તેઓ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી મુંબઈમાં રહે. કોર્ટે તેમની સુનાવણી કરતી વખતે તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2025 સુધી લંબાવ્યો, જેથી તેઓ કેસનો અંતિમ ચુકાદો આપી શકે.
ઠાકુરે કહ્યું કે નિર્દોષ જાહેર થવું એ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ દરેક "ભગવા" માટે વિજય છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 17 વર્ષથી તેમનું જીવન બરબાદ થઈ ગયું છે અને "ભગવા" નું અપમાન કરવાનો પ્રયાસ કરનારાઓને ભગવાન સજા કરશે.
નિર્દોષ જાહેર થયા બાદ આરોપીએ શું કહ્યું
ચુકાદા પછી,ઠાકુર, પુરોહિત અને અન્ય પાંચ આરોપીઓએ સ્પેશિયલ NIA જજ એ.કે. લાહોટી અને તેમના વકીલોનો આભાર વ્યક્ત કર્યો. ઠાકુરે કોર્ટને જણાવ્યું કે 2008 માં કેસમાં તેમની ધરપકડ થયા પછી તેમનું જીવન બરબાદ થઈ ગયું હતું અને તે ફક્ત "સંન્યાસી" હોવાથી બચી શકી હતી. "આ કેસ ફક્ત મેં જ લડ્યો ન હતો, પરંતુ તે ભગવો હતો. મારું આખું જીવન કલંકિત હતું," ઠાકૂરે કોર્ટને કહ્યું,"આજે ભગવો જીત્યો છે, ન્યાય જીત્યો છે. જેમણે ભગવાને બદનામ કર્યા છે, ભગવાન તેમને સજા કરશે,"
તેમણે કહ્યું, કર્નલ પુરોહિતે કહ્યું કે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે અને કહ્યું કે તેઓ પહેલાની જેમ જ ઉત્સાહથી દેશની સેવા કરતા રહેશે. "કોઈ પણ તપાસ એજન્સી ખોટી નથી, આ એજન્સીઓમાં કામ કરતા લોકો જ ખોટા છે. આ દેશ મહાન છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે ખોટા લોકો ઉભા ન થાય અને આપણા જેવા લોકોને મુશ્કેલી ન પહોંચાડે,"
આ પણ વાંચો- ચીન રશિયા સાથે મળીને સમુદ્રમાં કરશે શક્તિ પ્રદર્શન, અમેરિકાને લાગશે ઝટકો


