Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ladakh : એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રે ભારતે મેળવી મહત્વની સિદ્ધિ, આકાશ પ્રાઈમનું સફળ પરિક્ષણ કરાયું

ભારતે લદાખમાં આકાશ પ્રાઈમ (Akash Prime) નામક એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. હવે એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રમાં ભારતની આ સિદ્ધિથી વિરોધી દેશોના પેટમાં તેલ રેડાયું છે. વાંચો વિગતવાર.
ladakh   એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રે ભારતે મેળવી મહત્વની સિદ્ધિ  આકાશ પ્રાઈમનું સફળ પરિક્ષણ કરાયું
Advertisement
  • ભારતે Akash Prime નામક એર ડિફેન્સ સિસ્ટમનું કર્યુ સફળ પરીક્ષણ
  • Akash Prime મૂળભૂત રીતે આકાશ સિસ્ટમનું એક અપડેટેડ વર્ઝન છે
  • એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રમાં ભારતની આ સિદ્ધિથી વિરોધી દેશોના પેટમાં તેલ રેડાયું

Ladakh : ભારતે લદાખમાં આકાશ પ્રાઈમ (Akash Prime) નામક એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યુ છે. લદ્દાખમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ. પરીક્ષણ દરમિયાન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોએ ઊંચાઈ પર અત્યંત હાઈ-સ્પીડે ઉડતાં વિમાનોને ડાયરેક્ટ હિટ કરવામાં સફળતા મેળવી છે. આ પરીક્ષણ ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમ DRDO વિકસાવી છે. એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રમાં ભારતની આ સિદ્ધિથી વિરોધી દેશોના પેટમાં તેલ રેડાયું છે.

આકાશ સિસ્ટમનું એક અપડેટેડ વર્ઝન

આકાશ પ્રાઈમ મૂળભૂત રીતે આકાશ સિસ્ટમનું એક અપડેટેડ વર્ઝન છે. જેમાં વધુ ચોકસાઈ માટે અપડેટેડ સીકર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પડકારજનક હવામાન અને ભૂપ્રદેશમાં આકાશે ઓપરેશન સિંદૂર (Operatin Sindoor) દરમિયાન યુદ્ધના મેદાનમાં તેની અસરકારકતા સાબિત કરી હતી. જેમાં તેને પાકિસ્તાન તરફથી હવાઈ ખતરાનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. આ સિસ્ટમે પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા ચીની વિમાનો અને તુર્કીમાં બનેલા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Jammu-Kashmir : ખરાબ હવામાન અને ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા અટકાવાઈ, બાલતાલ અને પહેલગામ રૂટ બંધ

Advertisement

આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમ એટ અ ગ્લાન્સ

આકાશ વાયુ સંરક્ષણ પ્રણાલી એક મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જે ગતિશીલ, અર્ધ-ગતિશીલ અને સ્થિર લશ્કરી ડિવિઝનને વિવિધ હવાઈ જોખમોથી બચાવવા માટે રચાયેલ છે. તે અદ્યતન રીઅલ-ટાઈમ મલ્ટી-સેન્સર ડેટા પ્રોસેસિંગ અને લક્ષ્ય શૂટિંગ ક્ષમતાઓથી સજ્જ છે. હાલની આકાશ સિસ્ટમની તુલનામાં આકાશ પ્રાઈમ વધુ સારી ચોકસાઈ માટે સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકરથી સજ્જ છે. વધુ ઊંચાઈ પર ઓછા તાપમાનવાળા વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. હાલની આકાશ શસ્ત્ર પ્રણાલીની સુધારેલી ગ્રાઉન્ડ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આકાશ પ્રાઈમ સિસ્ટમ 4,500 મીટર સુધીની ઊંચાઈ પર તૈનાત કરી શકાય છે અને લગભગ 25-30 કિલોમીટરના અંતરે રહેલા ટાર્ગેટને હિટ કરી શકે છે. લદાખમાં કરાયેલા સફળ પરિક્ષણ બાદ હવે ભારતીય સેનાને આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ધર્માંતરણ કેસમાં ED નો સકંજો! છાંગુર બાબા સાથે જોડાયેલા 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

Tags :
Advertisement

.

×