લદ્દાખમાં હિંસક પ્રદર્શન: વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, BJP કાર્યાલયમાં આગ
- લદાખના લેહમાં પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે માથાકૂટ (Ladakh Protest)
- સોનમ વાંગચુકના સમર્થકો પર પોલીસે વરસાવી લાઠીઓ
- ઉશ્કારાયેલી ભીડે ભાજપના કાર્યલય પર કરી આગ ચંપી
- સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે થઈ રહ્યું છે પ્રદર્શન
Ladakh Protest : લદ્દાખના લેહમાં બુધવારે પરિસ્થિતિ તંગ બની જ્યારે પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે મોટી અથડામણ થઈ. પ્રદર્શન દરમિયાન ઉશ્કેરાયેલી ભીડે ભાજપના કાર્યાલયને આગ ચાંપી દીધી અને અનેક વાહનોને પણ ફૂંકી માર્યા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા, જ્યારે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો ચાલુ રાખ્યો.
સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ (Ladakh Protest)
સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ઉપવાસ પર બેઠા છે. તેમની મુખ્ય માંગ લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની છે. વાંગચુકના શાંતિપૂર્ણ આંદોલનને સમર્થન આપવા માટે હજારો લોકો લેહની સડકો પર ઉતર્યા હતા. 'એપેક્સ બોડી ઓફ લદ્દાખ' અને 'કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ'ની આગેવાની હેઠળ 'લદ્દાખ બંધ'નું એલાન અપાયું હતું જેને ભારે જનસમર્થન મળ્યું. આ રેલીમાં જોડાયેલા લોકોએ કેન્દ્ર સરકાર પાસે લદ્દાખની સંસ્કૃતિ અને અધિકારોની સુરક્ષાની માંગ કરી હતી.
#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd
— ANI (@ANI) September 24, 2025
પ્રદર્શનકારીઓની ચાર મુખ્ય માંગો: (Ladakh Protest)
- લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
- બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરીને સ્થાનિક આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ થાય.
- લદ્દાખ માટે બે લોકસભા બેઠકોની ફાળવણી.
- જનજાતિઓને આદિવાસીનો દરજ્જો આપવો જેથી તેમને આરક્ષણ અને અન્ય લાભો મળી શકે.
શા માટે થઈ રહી છે આ માંગ?
5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 હટાવવામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ત્યારથી લદ્દાખમાં વિધાનસભા અને રાજકીય અધિકારો નથી, જેના કારણે સ્થાનિકોને તેમની સંસ્કૃતિ, જમીન અને રોજગાર જોખમમાં હોવાનો ભય છે.
સૂત્રોચ્ચાર કરતા વીડિયો અને ફોટો વાયરલ
પોલીસ અને પ્રશાસન મુજબ, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લેહમાંથી 'હમારા લદ્દાખ હમેં લૌટાવો' જેવા સૂત્રોચ્ચાર કરતા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બીજી તરફ, સોનમ વાંગચુકે આંદોલનને બિન-રાજકીય અને શાંતિપૂર્ણ ગણાવીને લદ્દાખની ઓળખને બચાવવાનો હેતુ સ્પષ્ટ કર્યો છે.
આ પણ વાંચો : દિલ્હીના પ્રતિષ્ઠિત આશ્રમમાં સનસનીખેજ ઘટના! Swami Chaitanyananda Saraswati પર 17 વિદ્યાર્થિનીઓની છેડતીનો આરોપ


