Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar :લાલુ યાદવનો મોટો નિર્ણય, તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે RJDમાંથી કર્યા સસ્પેન્ડ!

લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં મોટું ઘમાસાણ લાલુએ મોટા દીકરા તેજપ્રતાપને કર્યો બેદખલ પાર્ટી અને પરિવારમાંથી તેજપ્રતાપ યાદવ બેદખલ હવેથી પાર્ટી કે પરિવારમાં તેજપ્રતાપની ભૂમિકા નહીં 6 વર્ષ માટે RJDમાંથી તેજપ્રતાપની હકાલપટ્ટી તેજપ્રતાપ સાથે સંબંધ રાખનારા સ્વવિવેકથી કામ લેઃ લાલુ...
bihar  લાલુ યાદવનો મોટો નિર્ણય  તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે rjdમાંથી કર્યા સસ્પેન્ડ
Advertisement
  • લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં મોટું ઘમાસાણ
  • લાલુએ મોટા દીકરા તેજપ્રતાપને કર્યો બેદખલ
  • પાર્ટી અને પરિવારમાંથી તેજપ્રતાપ યાદવ બેદખલ
  • હવેથી પાર્ટી કે પરિવારમાં તેજપ્રતાપની ભૂમિકા નહીં
  • 6 વર્ષ માટે RJDમાંથી તેજપ્રતાપની હકાલપટ્ટી
  • તેજપ્રતાપ સાથે સંબંધ રાખનારા સ્વવિવેકથી કામ લેઃ લાલુ
  • તેજપ્રતાપનો એક યુવતી સાથે વીડિયો થયો હતો વાયરલ

Bihar : બિહારના (Bihar)પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના (Lalu Prasad Yadav)મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. કારણ કે ગઈકાલે તેમણે પોતાના અંગત જીવન અંગે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav Suspended from Party) પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આ સાથે તેને પરિવારમાંથી પણ હાંકી કઢાયા છે.

લાલુ યાદવે કહ્યું, "વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવાથી સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી, તેમની પક્ષ અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે."

Advertisement

Advertisement

તેજસ્વીએ પોતાનું એકાઉન્ટ હેક થયાની કરી હતી વાત

ગત દિવસેમાં પોતાના રિલેશનશિપનું એલાન કર્યું હતું. તેજપ્રતાપ યાદવે પોતાની અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરી હતી. બાદમાં તેમણે અનેક વખત પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ રિવાઇઝ કરી અને બાદમાં કહ્યું કે, તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

આ પણ  વાંચો -Kerala : કોચી બંદર પાસે જહાજ પાણીમા ડૂબ્યુ, નૌદાદળે કર્યો 24 લોકોનો બચાવ

તેમને પાર્ટી અને પરિવારમાંથી દૂર કરવામાં આવે છે: લાલુ યાદવ

લાલુ યાદવે કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુરૂપ નથી. તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી, તેમની પક્ષ અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.'

આ પણ  વાંચો - Man ki Baat: મોદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર કોઈ સૈન્ય મિશન નથી, તે બદલાતા ભારતની તસવીર છે

અમે આવી બાબતો સહન કરી શકતા નથી: તેજસ્વી યાદવ

RJDના નેતા તેજસ્વી યાદવ કહ્યું કે, 'અમે આવી બાબતો સહન કરી શકતા નથી, અમે કામ કરી રહ્યા છીએ અને બિહારના લોકો માટે સમર્પિત છીએ. જો વાત મારા મોટા ભાઈની હોય, તો રાજકીય જીવન અને અંગત જીવન અલગ છે. તેમને પોતાના અંગત નિર્ણયો લેવાનો અધિકાર છે. તેઓ પુખ્ત વયના છે અને નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અમારા પક્ષના વડાએ સ્પષ્ટ કર્યું છે, અને જ્યારથી તેમણે આમ કહ્યું છે, ત્યારથી તે તેમની લાગણીઓ છે. અમે આવી બાબતો પર સવાલ ઉઠાવ્યા નથી. તેઓ પોતાના અંગત જીવનમાં શું કરી રહ્યા છે, કોઈ કંઈ કરતા પહેલા પૂછતું નથી. મને આ વિશે ફક્ત મીડિયા દ્વારા જ ખબર પડી છે.'

Tags :
Advertisement

.

×