Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Landslide in Himachal Pradesh : હિમાચલ પ્રદેશના મંડીમાં ભયાનક ભૂસ્ખલન, 5 લોકો દટાયા

હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન (Landslide in Himachal Pradesh) ને લીધે વિનાશ વેરાયો છે. 5 લોકો ભૂસ્ખલનમાં દટાયા છે જ્યારે શિમલામાં 2 મહિલાઓના મૃત્યુ થયા છે. વાંચો વિગતવાર.
landslide in himachal pradesh   હિમાચલ પ્રદેશના મંડીમાં ભયાનક ભૂસ્ખલન  5 લોકો દટાયા
Advertisement
  • Landslide in Himachal Pradesh,
  • મંડીના સુંદરનગરના જંગમ બાગ વિસ્તારમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું
  • આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 5 લોકો દટાયાની આશંકા
  • 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1,337 રસ્તાઓ બંધ થયાં
  • શિમલામાં 2 મહિલાઓના મૃત્યુ થયા

Landslide in Himachal Pradesh : મંગળવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના મંડીના સુંદરનગરના જંગમ બાગ વિસ્તારમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું. જેમાં ઓછામાં ઓછા 5 લોકો દટાયા હોવાની આશંકા છે. આ ભૂસ્ખલન બાદ SDRF દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આજે બુધવાર માટે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. જેમાં કાંગરા, મંડી, સિરમૌર અને કિન્નૌર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Landslide in Himachal Pradesh Gujarat First-03-09-2025-

Landslide in Himachal Pradesh Gujarat First-03-09-2025-

Advertisement

Landslide in Himachal Pradesh ને લીધે શાળા-કોલેજો બંધ

મંગળવારે હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને લીધે પૂર, ભૂસ્ખલન તેમજ મકાનો ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. સોલન જિલ્લાના સમલોહ ગામમાં ઘરના કાટમાળ નીચે 2 લોકો ફસાઈ ગયા છે. જ્યારે શિમલામાં 2 મહિલાના મૃત્યુ થયા છે. હવામાન વિભાગે ઉના અને બિલાસપુર જિલ્લામાં ભારે વરસાદ સંદર્ભે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે, રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1,337 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Punjab Flood: 12 જિલ્લા પૂરથી પ્રભાવિત, ૩ લાખ લોકોને ઘર છોડવા પડ્યા... આ કારણોસર રાજ્યમાં વિનાશ સર્જાયો

નેશનલ હાઈવે પણ બંધ થયા

હિમાચલ પ્રદેશના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-3 (મંડી-ધરમપુર રોડ), NH 305 (ઓટ-સૈંજ), NH 5 (જૂનો હિન્દુસ્તાન-તિબેટ રોડ), NH 21 (ચંદીગઢ-મનાલી રોડ), NH 505 (ખાબથી ગ્રામફૂ રોડ) અને NH 707 (હાટકોટીથી પાઓંટા) અવરોધિત કરવામાં આવ્યા હતા. સોલન જિલ્લાના સનાવારા ખાતે ભૂસ્ખલનને કારણે શિમલા-કાલકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 અવરોધિત થયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુ મોટી સંખ્યામાં વાહનો ફસાયેલા હતા. આ હાઈવેને હિન્દુસ્તાન-તિબેટ માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધરમપુર-કસૌલી માર્ગ પણ બ્લોક થવાનું જોખમ છે.

Landslide in Himachal Pradesh Gujarat First-03-09-2025--

Landslide in Himachal Pradesh Gujarat First-03-09-2025--

આ પણ વાંચોઃ GST અધિકારીએ કહ્યું, સાહેબ મને 22 લાખની લાંચ આપવા કેટલાક લોકો આવે છે અને પછી.

Tags :
Advertisement

.

×